Breaking News : સુરતમાં આરોપીને જાહેરમાં માર મારવો પોલીસને ભારે પડ્યો, DCP નકુમ સામે હાઇકોર્ટની સુઓમોટો કાર્યવાહી

સુરત DCP નકુમની મુશ્કેલી વધી છે. સલાબતપુરામાં આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. એડવોકેટ ઉત્કર્ષ દવેની રજૂઆત બાદ હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અને DGPના પરિપત્રના ભંગને ગંભીરતાથી લીધો છે.

Breaking News : સુરતમાં આરોપીને જાહેરમાં માર મારવો પોલીસને ભારે પડ્યો, DCP નકુમ સામે હાઇકોર્ટની સુઓમોટો કાર્યવાહી
| Edited By: | Updated on: Aug 12, 2026 | 10:23 PM

સુરત મનપાના કમિશનર બાદ હવે સુરતના DCP નકુમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. સલાબતપુરા વિસ્તારમાં આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ગુજરાત હાઇકોર્ટે DCP નકુમ સામે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સલાબતપુરામાં એક આરોપીને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાના મામલે હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે એડવોકેટ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને રજૂઆત કરી હતી.

રજૂઆતમાં આરોપીને જાહેરમાં માર મારવાની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન તેમજ DGP દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનો ભંગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ રજૂઆત બાદ હાઇકોર્ટે મામલાની ગંભીરતા ધ્યાને લઈને DCP નકુમ સામે સુઓમોટો કાર્યવાહી શરૂ કરી છે.

આ કેસમાં રાજ્ય સરકાર, ગૃહ વિભાગના સેક્રેટરી, ગુજરાતના DGP અને સુરત પોલીસ કમિશનરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. હવે આ મામલે વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટની આ કાર્યવાહી બાદ સુરત પોલીસ તંત્રમાં પણ ચર્ચા તેજ બની છે. જાહેરમાં આરોપી સાથે કરવામાં આવેલી કથિત મારપીટ અને પોલીસ કાર્યવાહી અંગે કોર્ટમાં રજૂ થયેલી રજૂઆત બાદ હવે આગામી સુનાવણીમાં શું દિશા મળે છે તેના પર સૌની નજર રહેશે.

કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું, સહકારી રાજકારણમાં ગરમાવો

Follow Us
Loading...
Unable to load recommendations.