સુરત માં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક એવી કારના ફોટા અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જે હજુ સુધી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ જ નથી. જોકે, આ કારનો લુક જોઈને દેશભરના લોકોમાં એક જુસ્સો અને ઉત્સુકતા જોવા મળી રહી છે. વાત છે દુનિયાભરમાં ચર્ચામાં રહેલી ટેસ્લાની સાયબરટ્રકની. સુરત માં પ્રથમ કાર જોવા મળી. હવે આ અદ્ભુત ટેસ્લા સાયબરટ્રક પહેલી વાર ભારત પહોંચી છે. એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ દ્વારા મગાવવામાં આવી છે. કારપ્રેમીએ આ સાયબરટ્રક પર પોતાના ઘરનું નામ ‘ગોપીન’ લખાવ્યું છે.”
સુરત શહેર ની વાત કરવામાં આવ તો સુરત શહેરના લોકો કાર ના મોટા શોખીન છે કારણ કે આજ સુધી એવું નથી બન્યું કે દુનિયાનો કોઈ પણ કાર અને ગમે એટલી મોંઘી કાર સુરતમાં આવી ના હોય અને તે પણ સૌથી પહેલા “આ ટેસ્લા સાયબરટ્રક ભારતમાં કેવી રીતે આવી? તો જણાવી દઈએ કે સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે આ ટેસ્લા સાયબરટ્રક દુબઈથી ખાસ મગાવી છે અને એ દુબઈ પાસિંગ સાથે ભારતમાં આવી છે. અત્યારસુધી કોઈ જાણતું પણ નહોતું કે આ ટેસ્લા સાયબરટ્રક કોણે મગાવી છે, પરંતુ હવે જ્યારે એનો ખુલાસો થયો છે ત્યારે એ સમાચાર ભારતીય ઓટોમોબાઈલ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટા અને વીડિયોઝમાં આ ટેસ્લા સાયબરટ્રક ટ્રાન્સપોર્ટ દરમિયાન જોવા મળી હતી. એ સમયે એના પર દુબઈની નંબરપ્લેટ હતી, જેના કારણે લોકોમાં વધુ ઉત્સુકતા જાગી હતી. હવે આ સાયબરટ્રક મુંબઈમાંથી પસાર થઈને સુરત પહોંચી ગઈ છે.
ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી. હાલ કંપની “મોડલ 3” અને “મોડલ Y” દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પરંતુ, એ બધાની વચ્ચે લવજી બાદશાહે પોતાના શોખ માટે જે રીતે દુનિયાની સૌથી ફ્યુચરિસ્ટિક અને ટફ કારમાંથી એક એવી સાયબર ટ્રક ભારતમાં લાવવી એ ખરેખર બોલ્ડ પગલું ગણાય.
આ કાર ની વિશેષતા વાત કરીએ તો આખી બોડી સ્ટીલ બોડી છે. સૌથી મોટી વાત કે આ કાર ને કોઈ ગોળ સેફ આપ્યો નથી. માત્ર ચોરસ સેફ માં છે. ટેસ્લાની સાયબર ટ્રકની ડિઝાઇન એકદમ અલગ છે. તેનો લુક એવો લાગે છે કે, કોઈ રોબોટિક ફિલ્મના સુપરહીરો માટે બનાવામાં આવી હોય.
આ ટ્રક 30 ગણા મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, જેના કારણે એ અત્યંત ટફ છે. તેમાં કોઈ જ ગોળ સપાટીઓ નથી. એ જોઈને કોઈપણ વ્યક્તિ એક ક્ષણ માટે અચંબિત થઈ જાય. આ ઇલોક્ટ્રોનિક કાર છે. જે 6 કલાક સુધી ચાર્જિંગમાં મુકવાથી 550 કિલો મીટર સુધી ચાલે છે. ઉદ્યોગપતિએ સાયબર ટ્રક પર પોતાના ઘરનું નામ લખાવ્યું આ સાયબરટ્રકમાં ખાસ બુલેટપ્રૂફ ગ્લાસ છે. આ ડિઝાઇન અન્ય કારની ડિઝાઇન કરતાં અલગ છે. વધુમાં, તેમાં આવેલી એડજસ્ટેબલ એર સસ્પેન્શન સિસ્ટમ તેને દરેક પ્રકારના રસ્તા માટે અનુકૂળ બનાવે છે તો એ ખરેખર સિટી ડ્રાઇવિંગથી લઈને ઓફ-રોડ એડવેન્ચર સુધી માટે તૈયાર છે.
Published On - 4:50 pm, Sat, 26 April 25