સુરતમાં સગર્ભા માતાના આરોગ્ય સાથે ચેડાં, માતૃશક્તિ યોજના હેઠળ એક્સપાયર્ડ કઠોળ વિતરણ ! જુઓ Video

સુરતના પાંડેસરામાં માતૃશક્તિ યોજના હેઠળ વિતરણ માટે આવેલો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ અને વાપરવા માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું છે. આનાથી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સુરતમાં સગર્ભા માતાના આરોગ્ય સાથે ચેડાં, માતૃશક્તિ યોજના હેઠળ એક્સપાયર્ડ કઠોળ વિતરણ ! જુઓ Video
| Updated on: Aug 03, 2026 | 4:51 PM

સુરતના પાંડેસરા વિસ્તારમાં માતૃશક્તિ યોજના હેઠળ વિતરણ માટે આવેલા કઠોળના જથ્થાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતો આ કઠોળનો જથ્થો એક્સપાયર્ડ અને વપરાશ માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. આ ઘટનાએ મહિલાઓના સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે અને સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એક સ્થાનિક રાશન દુકાનદારના દાવા મુજબ, આ એક્સપાયર્ડ માલ સીધો સરકારી ગોડાઉનમાંથી જ પૂરો પાડવામાં આવે છે. દુકાનદારે જણાવ્યું કે સુરતના સરકારી ગોડાઉનમાંથી મોકલવામાં આવેલો રાશનનો માલ ફરજિયાત સ્વીકારવો પડે છે. જો વેપારીઓ ખરાબ કે એક્સપાયર્ડ થયેલો માલ પરત કરવાનો પ્રયાસ કરે, તો સરકારી ગોડાઉન અને અધિકારીઓ દ્વારા તેને પરત લેવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવે છે.

દુકાનદારના જણાવ્યા અનુસાર, જૂન મહિનાની 28 તારીખે આવેલા માલને આંગણવાડી મહિલાઓએ એક્સપાયર્ડ જાહેર કર્યો હતો. દુકાનદારે અન્ય આંગણવાડીઓ પાસેથી પણ પુષ્ટિ મેળવી અને જાતે તપાસ કરતા માલ એક્સપાયર્ડ હોવાનું જણાયું.

આ અંગે ગોડાઉન મેનેજર અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે આ માલ પરત લેવામાં આવે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ સ્થિતિ મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે અને સત્તાવાળાઓ દ્વારા આક્ષેપોની તાત્કાલિક તપાસ કરવી આવશ્યક છે.

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપના સતીશ પટેલનો વિજય, કોંગ્રેસ દ્વારા ચૂંટણી ભંગના આક્ષેપો, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.