Surat: કોરોનાકાળમાં પણ હીરાની ચમક રહી યથાવત, પોલિશ્ડ હીરાની નિકાસમાં 70 ટકાનો વધારો

|

Jan 20, 2022 | 2:51 PM

જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગએ નવા સીમા ચિન્હો સ૨ કર્યા છે. વર્ષ 2020 ની સરખામણીએ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે 2021 માં ખુબ પ્રગતિ કરી છે. જે બાબત જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ આંકડા મુજબ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

Surat: કોરોનાકાળમાં પણ હીરાની ચમક રહી યથાવત, પોલિશ્ડ હીરાની નિકાસમાં 70 ટકાનો વધારો
File Image

Follow us on

કોરોનાકાળમાં (Corona) જ્યારે વિશ્વ સામાજિક, ઔદ્યોગિક જેવા તમામ પાસાઓ પર સફર કરી રહ્યું હતું, ત્યારે ભારતનો ડાયમંડ ઉદ્યોગ (Diamond Industry ) પ્રગતિ કરી રહ્યો હતો. જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ કોરોનાકાળમાં પણ વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં (Export ) 69.35 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 1.33 લાખ કરોડ પર પહોંચી હતી, જે વર્ષ 2020માં 78 હજાર કરોડ હતી. વર્ષ 2020થી સમગ્ર વિશ્વ એક નવી બીમારી કોરોના વાઈરસના સકંજામાં ધીરે ધીરે ફસાઈ ગયું હતું. ત્યારે આર્થિક રીતે તો દેશ પડી ભાંગી રહ્યો હતો, પરંતુ સામાજિક અને આરોગ્યની દ્રષ્ટીએ પણ અનેક ચેલેન્જ ઉભા થયા હતા. આવા સમયે લોકોને અનેક વિપરીત પરિસ્થિતીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

પરંતુ એક ઉદ્યોગ ભારતમાં એવો હતો કે તે હરણફાળ રીતે પ્રગતિ કરી રહ્યો હતો તે છે જેમ એન્ડ જ્વેલરી. હાલમાં વર્ષ 2022ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પાછલા બે વર્ષના આંકડા પર નજર નાખીએ તો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગએ નવા સીમા ચિન્હો સર કર્યા છે. વર્ષ 2020ની સરખામણીએ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે 2021માં ખુબ પ્રગતિ કરી છે. જે બાબત જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ આંકડા મુજબ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભારતનું હીરા અને જ્વેરાતનું માર્કેટ સૌથી મોટું ચાઈના, એન્ટવર્પ અને હોંગકોંગ છે. કોરોનાકાળમાં પણ આ દેશોમાં હીરા અને જવેલરીની પુષ્કળ માંગણી હતી. વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 69.35 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 1.33 લાખ કરોડ પર પહોંચી હતી, જે વર્ષ 2020માં 78 હજાર કરોડ હતી, જે આંકડા પરથી ફલિત થાય છે. આ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી તેમજ સિન્થેટીક ડાયમંડની માંગમાં પણ વધારો થયો છે.

જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારમાં કોરોનાકાળ દરમિયાન પણ હીરા-ઝવેરાતની માંગ સારી રહી હતી. જેથી વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં સારો એકસપોર્ટ જોવા મળ્યો છે. વર્ષ 2022માં પણ આ જ પ્રમાણે વેપાર રહેવાની આશા છે.

આ પણ વાંચો : સુરતનો Sonu Sood : કોણ છે આ યુવાન જે મજૂરો માટે છે મસીહા, નિઃસ્વાર્થ ભાવે કરે છે સેવા

આ પણ વાંચો :  Surat : નવી સિવિલ હોસ્પિટલને પણ હવે અંગદાનની મંજૂરી મળી, 21 ડોક્ટર્સની કમિટી બનાવાઈ

Next Article