સુરતમાં માથાભરે છાપ ધરાવતા સજ્જુકોઠારી સામે લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ બાદ લોખંડી બંદોબસ્ત વચ્ચે તેના ઘરે ડિમોલિશન કરવામાં આવ્યું

|

Mar 02, 2022 | 3:47 PM

સજ્જુ કોઠારીએ તેના ઘર પાસે સરકારી જગ્યા પર ગેરકાયદે કબ્જો કર્યો હતો જે મામલે કલેકટર સુધી ફરિયાદ કરાતા કલેકટરે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો, ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરાયા હતાં

સુરતમાં માથાભરે છાપ ધરાવતા સજ્જુકોઠારી સામે લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ બાદ લોખંડી બંદોબસ્ત વચ્ચે તેના ઘરે ડિમોલિશન કરવામાં આવ્યું
પાલિકા અને પોલીસના જેસીપી ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈઓ સાથે રાખી પાલિકા અધિકારીઓની હાજરીમાં તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી કરાી હતી

Follow us on

સુરત (Surat) ના નાનપુરા ખાતે રહેતા માથાભારે છાપ ધરવતા સજ્જુ કોઠારી દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરી ઉભા કરાયેલા દબાણને લઈ લેન્ડ ગ્રેબિંગ (land grabing) ની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયા બાદ આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમર દ્વારા આવા માથાભારે સામે લોકો સામે લાલા આંખ કરતા તેની ઘર નજીક દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી અને આજે પાલિકા અને પોલીસના જેસીપી ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈઓ સાથે રાખી પાલિકા અધિકારીઓની હાજરીમાં તંત્ર દ્વારા ડિમોલીશન (Demolition) ની કામગીરી પાર પડાઈ હતી.

સુરત પોલીસ દ્વારા એક પછી એક માથાભારે છાપ ધરવતા લોકો સામે એક પછી એક ગુસીટોકના ગુના નોંધવામાં આવે છે ત્યારે આવા અઠવા વિસ્તારમાં રહેતા અને માથાભારે અને અનેક ગુનાઓ આચરનાર ગુજસીટોકમાંથી જામીન બાદ ફરાર સજ્જુ કોઠારી સામે સુરત પોલીસે લાલા આંખ કરી તપાસ શરૂ કરી છે જ્યારે આ વ્યક્તિએ સરકારી જમીન કબજો કર્યો હતો. સુરતના માથાભારે અને અનેક ગુનાઓ આચરનાર ગુજસીટોકમાંથી જામીન પર મુક્ત થયેલા નાનપુરા ખાતે રહેતા સજુ કોઠારી વિરૂદ્ધ ફરી બે ફરિયાદ નોંધાવવા પામી છે.

સજ્જુ કોઠારી લાજપોર જેલમાંથી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી બાદમાં સાજુ કોઠારી ભાગી છુટ્યો છે અને હાલ તે પોલીસ વોન્ટેડ છે. તો બીજી તરફ સાજુ કોઠારીએ તેના ઘર પાસે સરકારી જગ્યા પર ગેરકાયદે કબ્જો કર્યો હતો જે મામલે કલેકટર સુધી ફરિયાદ કરાતા કલેકટરે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની હાજરીમાં દબાણો દુર કરાયા હતાં.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

પાકા દબાણને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં તંત્ર દ્વારા ડિમોલીશન કરાયુ હતું. બુધવારે ડિમોલીશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને લઈ પોલીસ કાફલો મોટી સંખ્યામાં ગોઠવાયો હતો.જ્યારે વધુમાં સાજું કોઠારી ને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની એક ટિમ લાગેલ છે જેને પકડી પાડવા માટે પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે.

આ પણ વાંચો: Anand: વાસદ કુમારશાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી, બાળકોને અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો બતાવાયા

આ પણ વાંચોઃ ભાવનગરની સૌથી મોટી જિલ્લા સહકારી બેન્કમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી

Published On - 3:47 pm, Wed, 2 March 22

Next Article