AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા સ્કુલે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકાએક ઘટી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 11:43 AM
Share

લિંબાયતની સુમન સ્કૂલમાં એક અને સિંગણપોરની શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થીના કેસ પોઝિટિવ આવતાં હાજરી ઘટીને 70 ટકા થઈ ગઈ હતી. શેઠ ડી.આર. ઉમરીગર સ્કૂલમાં માત્ર 500માંથી 5 જ વિદ્યાર્થીઓ હતા.

SURAT : 27 જૂલાઇથી ધોરણ-9થી 11માં ઓફલાઇન એજ્યુકેશનની મંજૂરી સ્કૂલોને અપાઈ હતી. જોકે, સ્કૂલ શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી હતી. તે પછી ધીમે ધીમે હાજરી વધીને 95 ટકા થઈ ગઈ હતી. પરંતુ લિંબાયતની સુમન સ્કૂલમાં એક અને સિંગણપોરની શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થીના કેસ પોઝિટિવ આવતાં હાજરી ઘટીને 70 ટકા થઈ ગઈ હતી. શેઠ ડી.આર. ઉમરીગર સ્કૂલમાં માત્ર 500માંથી 5 જ વિદ્યાર્થીઓ હતા. કોઈ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો સ્કૂલને 7 દિવસ માટે બંધ રાખવાનો SMCએ આદેશ કર્યો છે.

બીજી તરફ વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં મોકલનારા વાલીઓએ જણાવ્યું હતું કે બે સ્કૂલના 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે, જે જોતાં આગામી દિવસમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. એટલું જ નહીં, સરકારે બાળકોને વેક્સિન આપી નથી અને તેમનામાં કોરોના ગાઇડલાઇનની પૂરતી સમજ પણ નથી. જેથી ઓનલાઇન એજ્યુકેશન યોગ્ય રહેશે. અગામી પખવાડીયામાં જો કોઈ વિદ્યાર્થીઓના પોઝિટિવ કેસ નહીં નોંધાય તો વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવાનું વિચારશે.

આ પણ વાંચો : JUNAGADH : ગાયના છાણમાંથી રાખડી બનાવી આત્મનિર્ભર બની રહી છે કોયલી ગામની મહિલાઓ

આ પણ વાંચો : ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કઠોળ વર્ગના પાક અને શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Published on: Aug 06, 2021 11:40 AM
g clip-path="url(#clip0_868_265)">