Crime News : કોસંબા મહુવેજ રોડ પર યુવાનની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ, પ્રતિકાર કરનાર યુવક પર ચપ્પુ વડે હુમલો

|

Jul 26, 2022 | 9:06 AM

બનાવ અંગે પોલીસ (Police ) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે નજીકના સીસીટીવી કેમેરા પણ ચેક કરવાનું શરૂ કર્યું છે. અને લૂંટારુઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. 

Crime News : કોસંબા મહુવેજ રોડ પર યુવાનની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ, પ્રતિકાર કરનાર યુવક પર ચપ્પુ વડે હુમલો

Follow us on

સુરતના કોસંબા (Kosamba ) મહુવેજ રોડ પરથી બાઈક(Bike ) પર  પસાર થતાં એક યુવાનને ભર બપોરે મોટર સાયકલ પર ધસી આવેલા ત્રણ જેટલા લૂંટારુંઓએ (loot ) આંખમાં મરચાની ભૂકી નાખી હતી એટલું જ નહીં પ્રતિકાર કરનાર આ યુવક પર લૂંટારુઓ આડેધડ ચાકુના ઘા મારી મોબાઇલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયાનો બનાવ બનતા વિસ્તારની જનતામાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે તરસાડીના ચિસ્તીનગર ખાતે રહેતા અને આશરે 40 વર્ષની ઉંમર ધરાવતા આસિફ સિકંદર પોતાની મોટર સાયકલ લઈને બપોરના એકાદ વાગ્યાના સમયે પોતાના કામ માટે કોસંબા મહુવેજ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે નજીકમાં આવેલ પટેલ ફાર્મ પાસે રોડ પર એક મોટરસાયકલ પર ત્રણ લૂંટારા અચાનક ધસી આવ્યા હતા. અને આસિફ ની મોટરસાયકલ અટકાવી હતી અને ત્રણ લુંટારા પૈકી એક લૂંટારુએ આસિફની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી.

ગભરાયેલા આસિફે બુમાબુમ કરી દેતા લૂંટારો એ આસિફને છાતીના ભાગે પેટના ભાગે તેમ જ હાથમાં ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. જેને પગલે આસિફ જમીન પર પડ્યો હતો. લૂંટારૂઓ આશીફના હાથમાં રહેલા મોબાઇલની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતા. બનાવની જાણ થતા લોકોએ તાત્કાલિક જ આસિફ સિકંદર મલેકને પ્રથમ નજીકમાં આવેલ કોસંબા ની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પરંતુ તેની તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરો દ્વારા ઓપરેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સતત વાહનોની અવરજવર વાળા કોસંબા મહુવેજ રોડ પર પટેલ ફાર્મ પાસે ભર બપોરે જાહેર માર્ગ પર બનેલા બનાવના પગલે વિસ્તારની જનતામાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે નજીકના સીસીટીવી કેમેરા પણ ચેક કરવાનું શરૂ કર્યું છે. અને લૂંટારુઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.

Input Credit Suresh Patel (Olpad )

Next Article