SMC : વિકાસના કામો મંજુર કરવામાં કોર્પોરેશન 5Gની સ્પીડમાં, સ્થાયી સમિતિમાં મંજુર થશે 1 હજાર કરોડથી વધુના કામો

|

Oct 19, 2022 | 9:43 AM

સ્થાયી સમિતિની બેઠક પૂરી થયા બાદ તરત મળનારી સામાન્ય સભામાં આ કામો રજૂ કરવામાં આવશે અને મંજૂરીની મહોર લાગશે. ત્યાર બાદ આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં પાલિકામા ખાત મુર્હુત નો ધમધમાટ જોવા મળશે.

SMC : વિકાસના કામો મંજુર કરવામાં કોર્પોરેશન 5Gની સ્પીડમાં, સ્થાયી સમિતિમાં મંજુર થશે 1 હજાર કરોડથી વધુના કામો
Corporation to speed up 5G to approve development works

Follow us on

ગુજરાત (Gujarat ) વિધાનસભાની ચૂંટણી પહેલાં હવે ગણતરીના દિવસોમાં આચારસંહિતા લાગુ થવાની પુરી સંભાવના જેથી આચારસંહિતા લાગ્યા બાદ પાલિકામાં (SMC) વિકાસના કામોમાં કોઈ બ્રેક ન લગાએઁ તે માટે માત્ર ચાર  દિવસમાં 11 બેઠકોમાં કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવશે. જોકે આ તમામ સમિતિમાં મંજુર થયેલા કામોને તરત જ સામાન્ય સભામાં લઇ જવામાં આવશે અને મંજૂરીની મહોર મારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિના એજન્ડા પર રૂપિયા 915 કરોડના કુલ 116 કામોની દરખાસ્ત લાવવામાં આવી છે. જોકે સ્થાયી સમિતિની બેઠકના દિવસે આ કામોમાં વધારાના કામોના ઉમેરા સ્થાયી સમિતિ અધ્યક્ષ અંદાજિત 1 હજાર કરોડથી કામોને મંજૂરી આપે તેવી શક્યતા છે.

અંદાજે 1 હજાર કરોડના કામને મળશે મંજૂરી :

સુરત મહાનગર પાલિકામાં આગામી ગુરુવારે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં એક હજાર કરોડથી વધુના કામોને છે. સાથે વધુના લીલી ઝંડી આપવામા આવશે. સ્થાયી સમિતિની બેઠક પૂરી થયા બાદ તરત મળનારી સામાન્ય સભામાં આ કામો રજૂ કરવામાં આવશે અને મંજૂરીની મહોર લાગશે. ત્યાર બાદ આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં પાલિકામા ખાત મુર્હુત નો ધમધમાટ જોવા મળશે. પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 116 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવેલા કામોમાં ટેન્ડરના કામોના અંદાજ 915 કરોડની આસપાસ થાય છે. ગુરુવારે સ્થાયી સમિતિ મળે તે પહેલાં અન્ય કામો ની ફાઈલ ફટાફટ મંજુર કરી વધારાના કામમાં લાવવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. જેના કારણે સ્થાયી સમિતિમાં એક હજાર કરોડથી વધુના કામો મંજુર કરી દેવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બાંધકામ સમિતિમાં પણ 35 કરોડના કામોના અંદાજ મંજુર કરાશે

આગામી ૨૦મીએ મનપામાં જાહેર બાંધકામ સમિતિની બેઠક પણ મળશે. જેમાં રૂ. 34.58કરોડના વિવિધ કામોના અંદાજોને મંજૂરી આપવામાં આવશે. પાલનપોર ગામ કેનાલથી પાલ ગૌરવપથ સુધીના હયાત કેનાલ રોડને સિમેન્ટ કોંક્રીટ કરવા રૂ.15.69 કરોડ, ટી.પી સ્કીમ નં 10, પાલ-પાલનપોરગામ કેનાલ કલવર્ટથી ગૌરવપથ સુધીના 45 મીટર પહોળાઇના કેનાલ રોડ પર હયાત કેનાલને લાઇનીગ કરી તેની બંને બાજુ 2 મીટર પહોળાઇમાં ફુટપાથ, 1 મીટર પહોળાઇમાં લેન્ડસ્કેપીંગ તથા 11.50 મીટર પહોળાઇનો સિમેન્ટ કોંક્રીટ રોડ સાથે સાયકલ ટ્રેક બનાવાશે. કતારગામમાં ટી.પી 35 ફાઇનલ પ્લોટ નં 470માં અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફિસ બનાવવાના રૂ. 7.11 કરોડના અંદાજ મંજૂર કરાશે.

Published On - 9:43 am, Wed, 19 October 22

Next Article