Corona Update : ત્રણ મહિના બાદ શહેરમાં ફરી ઉથલો મારી રહ્યો છે કોરોના, ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો થઇ રહ્યા છે સંક્રમિત

|

Jun 09, 2022 | 8:57 AM

વેકેશનમાં(Vacation ) બહારગામ ફરીને આવતા લોકોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. લાંબા સમય બાદ કેસોની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર ફરી એકવાર એલર્ટની સ્થિતિમાં આવી ગયું છે. 

Corona Update : ત્રણ મહિના બાદ શહેરમાં ફરી ઉથલો મારી રહ્યો છે કોરોના, ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો થઇ રહ્યા છે સંક્રમિત
Corona cases rising again (File Image )

Follow us on

રાજ્યમાં ઉનાળુ (Summer )વેકેશન પૂરું થવાની અણીએ છે, અને હવે થોડા દિવસોમાં શાળાઓ(School ) પણ શરૂ થવા જઈ રહી છે. તેવામાં ફરી એકવાર રાજ્યભરમાં કોરોના (Corona )સંક્ર્મણ ઉથલો મારી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને બહારગામ ફરી આવનારા લોકો સંક્રમિત થઇ રહ્યા છે. રાજ્યમાં પણ ઘણા દિવસો બાદ કોરોનાના નવા કેસોનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. તે જ પ્રમાણે સુરતની પણ વાત કરીએ તો સુરતમાં પણ ત્રણ મહિના બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

24 કલાકમાં નોંધાયા 10 કેસ :

સુરતમાં ફરી કોરોના ઉથલો મારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 8 અને જિલ્લામાં વધુ નવા બે કેસો નોંધાયા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ, ટેક્સ્ટાઇલ વેપારી સહીત 10 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ સાથે જ સુરત શહેરમાં કલ 1,62,243 કોરોનાના કેસો નોંધાયા છે. જયારે વધુ એક દર્દી ડિસ્ચાર્જ થયો છે. સુરત શહેરમાં નોંધાયેલા 8 દર્દીઓમાં વડોદ ગામ ખાતે રહેતી 45 વર્ષીય મહિલા, ઉધનામાં રહેતી 23 વર્ષીય પરિણીતા, વરાછાનો 15 વર્ષીય વિદ્યાર્થી, ઉમરવાડાના 9 વર્ષીય વિદ્યાર્થી, પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા ટેક્સ્ટાઇલ વેપારી, વરાછા હીરાબાગ ખાતે રહેતી 25 વર્ષીય વિદ્યાર્થીની, જયારે સુમુલ ડેરી ખાતે રહેતા 69 વર્ષીય વૃદ્ધ, અને અડાજણ પાલ ખાતે રહેતા 50 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

જયારે એક દર્દીએ કોરોનાને માત આપતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જ કેસની કુલ સંખ્યા 1,60,533 પર પહોંચી છે. વધુ નવા 8 કેસ સાથે શહેરમાં કુલ કેસોની સંખ્યા 1,62,243 થઇ છે. આ પેકી 29 એક્ટિવ કેસો છે, જેમાં એક દર્દી હોસ્પિટલમાં એડમિટ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસો વધુ :

સાથે જ સુરત જિલ્લામાં કોરોનના વધુ બે નવા કેસ નોંધાયા છે. જેમાં ઓલપાડ અને બારડોલીના દર્દીઓનો સમાવેશ થાય છે. જે પણ નવા કેસો નોંધાયા છે, તેમાં 4 કેસો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, એટલે કહી શકાય કે વેકેશનમાં બહારગામ ફરીને આવતા લોકોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. લાંબા સમય બાદ કેસોની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર ફરી એકવાર એલર્ટની સ્થિતિમાં આવી ગયું છે.

Next Article