Surat: કામરેજના ધારાસભ્યની ઓફિસમાં જઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોલીપોપ અને ગાજર આપ્યાં

|

Mar 06, 2022 | 6:15 PM

બજેટમાં નવી કોલેજની જાહેરાત મુદ્દે ધારાસભ્યને રજૂઆત કરી હતી કે આવી રીતે લોલીપોપ આપવાનું બંધ કરો અને અન્ય કોલેજનું ખાનગીકરણ કરવાનું બંધ કરો પછી સરકારી કોલેજની જાહેરાત કરો. આ સાથે સૂત્રોચાર પણ કર્યા હતા.

Surat: કામરેજના ધારાસભ્યની ઓફિસમાં જઈ  કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોલીપોપ અને ગાજર આપ્યાં
કામરેજના ધારાસભ્યની ઓફિસમાં જઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોલીપોપ અને ગાજર આપ્યાં

Follow us on

રાજ્ય સરકાર દ્વારા હમણાં સરકારના બજેટમાં સુરત (Surat) શહેરમાં સરકારી કોલેજ ફાળવણીની જાહેરાત કરાઈ છે, ત્યારે આ મામલે સુરતમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ જોવા મળ્યો હતો. જેમાં કોંગ્રેસના કાયરકર્તાઓ (Congress workers) એ કામરેજ (Kamaraj) ના ધારાસભ્યની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ધસી જઈને લોલીપોપ (lollipop)  અને ગાજર (carrot) આપીને વિરોધ નોંધાવ્યો હતો. અને ધારાસભ્ય અને કોંગ્રેસના કાયરકર્તાઓ આમને સામને આવી ગયા હતા.

સુરતના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાની સરથાણા વિસ્તારમાં આવેલ ઓફિસ ખાતે કોંગ્રસના પૂર્વ કોર્પોરટર અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા હાથમાં ગાજર અને લોલીપોપ સાથે ધારાસભ્યની ઓફિસમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને બાદમાં ધારાસભ્યને રજૂઆત કરી હતી કે આવી રીતે લોલીપોપ આપવાનું બંધ કરો અને અન્ય કોલેજને ખાનગીકરણ કરવાનું બંધ કરો પછી સરકારી કોલેજની જાહેરાત કરો. આ સાથે સૂત્રોચાર પણ કર્યા હતા, જ્યારે હાથ માં ગાજર અને લોલીપોપ સાથે કોંગ્રેસનો વિરોધ

મહત્વની વાત એ છે કે જ્યારે બજેટમાં સરકારી કોલેજની ફાળવણી કરવામાં આવી ત્યારથી સોશિયલ મીડિયામાં પણ લોલીપોપ આપવાનું બંધ કરવાના મેસેજો ફરતા થતા હતા જેમાં લખવામાં આવ્યું હતું અગાઉ પણ બજેટમાં કોલેજની ફાળવણી થઈ હતી પણ હજુ સુધી કોલેજ બની નથી ત્યારે આજ રોજ કોંગ્રેસ કાર્યકરો ધારાસભ્યની ઓફિસમાં પહોંચીને હાથ ગાજર અને લોલીપોપ આપીને જોરદાર વિરોધ પ્રદર્શન કરી ભાજપની હાય હાય બોલાવી હતી. ધારાસભ્ય સામે આ બજેટમાં પણ જાહેરાત કરી છે તો ક્યારે બનશે તેવા સવાલો ઉભા કર્યા હતા. ભાજપ માત્ર મોટી જાહેરાતો કરીને લોલીપોપ આપી રહી છે તેવું કોંગ્રેસના કાર્તાઓએ કહ્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોંગ્રસના પૂર્વ કોર્પોરેટ દિનેશ સાવલિયા અને નિલેશ કુંભાણી કહ્યું હતું કે માત્ર ને માત્ર ભાજપ લોકોને લોલીપોપ આપી રહી છે જેથી આજે અમે લોલીપોપ અને ગાજર લઈને આનોખો વિરોધ દર્શાવ્યો હતો. વધુમાં કહ્યું હતું પહેલા કોલેજનું ખાનગીકરણ બંધ કરો અને પછી સરકારી કોલેજની ફાળવણી કરો તેવી માંગ કરાઇ હતી.

બીજી બાજુ ટૂંક સમયમાં સરકારી કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવુ ભાજપના ધારાસભ્ય વી. ડી ઝાલાવાડીએ જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું બજેટમાં સરકારી કોલેજની ફાળવણી થઈ છે એમાં કોંગ્રેસને પેટમાં દુખાવો થાય છે. આ સરકારી કોલેજની જગ્યા ટૂંકસમયમાં નક્કી થશે અને આવનારા દિવસોમાં ખાત મુહૂર્ત કરવામાં આવશે. સાથે મહત્વનું છે કે ગુજરાતની વિધાનસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે સુરતની કેટલીક વિધાનસભા સીટ મહત્વનું પાસું નક્કી કરશે તેમાની એક આ કામરેજ વિધાનસભા સીટ છે. જેના પર સૌ લોકોની નજર મંડાઈ રહી છે અને તેમાં નવા જૂની થાય તો નવાઇ પણ નહિ.

આ પણ વાંચોઃ Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?

આ પણ વાંચોઃ Gir Somnath: 32મી અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં સુરતનો દબદબો, મહિલામાં ત્રણેય અને પુરુષોમાં 2 રેન્કર સુરતના

Next Article