સુરતમાં તાપી કાંઠે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ અપાયો, 25 સ્થળોએ થશે છઠ પૂજા

|

Nov 10, 2021 | 5:12 PM

Chhath Puja in Surat : સુરતમાં જુદા-જુદા 25 સ્થળોએ છઠ પૂજાનું આયોજન કરાયું છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે છઠ પૂજા યોજાશે.

SURAT : સુરતમાં તાપી નદીના કિનારે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે..આજે છઠ પૂજામાં બેથી અઢી લાખ લોકો ભાગ લે તેવી સંભાવના છે.સાંજે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજા કરવા આવશે..કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે છઠ પૂજા યોજાશે.સુરતમાં જુદા-જુદા 25 સ્થળોએ છઠ પૂજાનું આયોજન કરાયું છે..અંબિકા નિકેતન, ડીંડોલી તળાવ સહિતના વિસ્તારોમાં છઠ પૂજા યોજાય છે..જે લોકોના ઘરની આસપાસ માતાની દેરી કે નદી-તળાવ નથી તેઓને જ નદી કિનારે છઠ પૂજા માટે આવવા અપીલ કરવામાં આવી છે.

ભારતના બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, નેપાળ અને અનેક વિસ્તારોમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. બિહાર અને ઝારખંડના 6 લાખ જેટલા લોકો સુરતમાં રહે છે. અહીં બિહારવાસીઓના વિવિધ સંગઠનો દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

છઠ પૂજા એ એક પ્રાચીન હિન્દુ વૈદિક તહેવાર છે જે ઐતિહાસિક રૂપે ભારતીય ઉપખંડમાં ખાસ કરીને ભારતીય રાજ્યો બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ અને નેપાળના મધેશ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે.છઠ પૂજા સૂર્ય અને સૂર્ય દેવાની બહેન શાષ્ટિ દેવી એટલે કે છઠી મૈયાને સમર્પિત છે. આ પૂજા નો ઉદ્દેશ તેમના દ્વારા આપવામાં આવેલી પૃથ્વી પર સમૃદ્ધિનો આભાર માનવા અને ઇચ્છાપૂર્તિ માટે વિનંતિ કરી તેમનો આશિર્વાદ પ્રાપ્ત કરવાનો છે.
આ તહેવારમાં મૂર્તિપૂજા કરવામાં આવતી નથી તેની વિપરીત તેમાં છઠી મૈયા અને સૂર્ય ભગવાન, તેમના પત્ની ઉષા અને પ્રતિઉષા દેવીઓની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો : સ્કૂલ ચલે હમ : રાજ્યમાં જલ્દી જ ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે, જાણો શું કહ્યું શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ

આ પણ વાંચો : RAJKOT : રાજ્ય સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસનો વિરોધ

Published On - 5:11 pm, Wed, 10 November 21

Next Video