ભરૂચ નેશનલ હાઇવે ઉપર ૧૦ કિ.મી સુધી ચક્કાજામ, સેંકડો વાહનો ૪ થી ૬ કલાક કતારમાં ઉભા રહેવા મજબુર

|

Sep 24, 2020 | 4:20 PM

ભરૂચ ટ્રાફિક સીટી તરીકે ઘણા સમયથી બદનામી મેળવી રહ્યું છે. સમયાંતરે બ્રિજના સમારકામ અને ઉબડખાબડ રાષ્ટ્ના કારણે બોટલનેકની પરિસ્થિતિ સર્જાતા ચક્કાજામની પરિસ્થિતિ વારંવાર સર્જાય છે. નર્મદા બ્રિજને જોડતો માર્ગ ફરી બિસ્માર બનતા વાહનવ્યવહાર ધીમો થવાથી ૧૦ કિમિ સુધી વાહનોની કતાર પડી છે. અતિવ્યસ્ત નેશનલ હાઇવે ૪૮ ઉપર રોજના સરેરાશ ૨૫ હજાર વાહનો નર્મદા નદી ઓળંગે […]

ભરૂચ નેશનલ હાઇવે ઉપર ૧૦ કિ.મી સુધી ચક્કાજામ, સેંકડો વાહનો ૪ થી ૬ કલાક કતારમાં ઉભા રહેવા મજબુર

Follow us on

ભરૂચ ટ્રાફિક સીટી તરીકે ઘણા સમયથી બદનામી મેળવી રહ્યું છે. સમયાંતરે બ્રિજના સમારકામ અને ઉબડખાબડ રાષ્ટ્ના કારણે બોટલનેકની પરિસ્થિતિ સર્જાતા ચક્કાજામની પરિસ્થિતિ વારંવાર સર્જાય છે. નર્મદા બ્રિજને જોડતો માર્ગ ફરી બિસ્માર બનતા વાહનવ્યવહાર ધીમો થવાથી ૧૦ કિમિ સુધી વાહનોની કતાર પડી છે.

અતિવ્યસ્ત નેશનલ હાઇવે ૪૮ ઉપર રોજના સરેરાશ ૨૫ હજાર વાહનો નર્મદા નદી ઓળંગે છે. માર્ગ ઉપર વાહન વ્યવહાર મિનિટો માટે થંભે તો પણ તેની અસર કલાકો સુધી વર્તાય છે. ઉબડખાબડ રસ્તાના કારણે ઝડપ કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકની માંડ 10 થી 15 કિમીની રાખવાની ફરજ પડે છે. વાહન વ્યવહાર ધીમો પડવાથી વાહનોની લાંબી કતાર બને છે. વાહનચાલકોએ ભરૂચ થઈ અંકલેશ્વર સુધી પહોંચતા ૪ થઈ ૬ કલાક સુધી સમય બગાડવો પડે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નેશનલ હાઇવે ૪૮ ગોલ્ડન કરોદોરોમાંથી પસાર થાય છે. કલાકોના જામનાં કારણે માલસામાનની હેરફેર ધીમી પડે છે. રો મટીરીયલ પ્લાન્ટ સુધી મોડું અને તૈયાર માલ બજારમાં વિલંબથી પહોંચવાથી નુકશાન સર્જાય છે. વાહનોના ઇંધણ અને સમય બંનેનો બગાડ આર્થિક નુકશાનમાં પરિણામે છે.

આ પણ વાંચોઃપોરબંદર નજીક માછીમારની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા કરાયેલ 4 રાઉન્ડ ગોળીબારમાં બોટના ટંડેલને ઈજા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article