Surat: ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા 28 વર્ષીય યુવતીનું મોત, હૈયુ હચમચાવી દેનારી ઘટના CCTVમાં કેદ

|

Jun 17, 2022 | 12:36 PM

સુરતના (Surat) બારડોલી તાલુકાના વાસકુઇ ગામની સીમમાં બે દિવસ પહેલા એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ધામોડલા ગામે રહેતા પીતા-પુત્રી બાઇક પર જઇ રહ્યા હતા. તે દરમિયાન પિતા-પુત્રીને વાસકુઇ ગામની સીમ પાસે અકસ્માત નડ્યો હતો.

Surat: ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા 28 વર્ષીય યુવતીનું મોત, હૈયુ હચમચાવી દેનારી ઘટના CCTVમાં કેદ
અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા

Follow us on

સુરતના (Surat) બારડોલી તાલુકાના વાસકુઇ ગામે બે દિવસ પહેલા ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં 28 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત થયુ છે. આ અકસ્માતના CCTV ફુટેજ સામે આવ્યા છે. અકસ્માત સ્થળ પાસેના પેટ્રોલ પંપના CCTVમાં આ સમગ્ર અકસ્માત કેદ થયો છે. જેના આધારે સુરત પોલીસે (Surat police) અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના બારડોલી તાલુકાના વાસકુઇ ગામની સીમમાં બે દિવસ પહેલા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધામોડલા ગામે રહેતા પિતા-પુત્રી બાઇક પર જઇ રહ્યા હતા. તે દરમિયાન પિતા-પુત્રીને વાસકુઇ ગામની સીમ પાસે અકસ્માત નડ્યો હતો. એક ટ્રક ચાલકે બાઇક પર જઇ રહેલા પિતા-પુત્રીને અડફેટે લીધા હતા. જેાં પિતા-પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત પિતા-પુત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન 28 વર્ષીય યુવતીનું મોત થયુ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવતી PHDનાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી હતી. સાથે જ ઉમરપાડા ખાતે પ્રોફેસર તરીકે નોકરી પણ કરતી હતી. પરિવાર માટે દીકરા તરીકે કામ કરતી દીકરીનું મોત થતા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે અકસ્માતના બે દિવસ બાદ સમગ્ર ઘટનાના CCTV ફુટેજ પોલીસના હાથે લાગ્યા છે. ઘટનાસ્થળ નજીક આવેલા પેટ્રોલ પમ્પમાં લાગેલા CCTVમાં અકસ્માત કેદ થયો છે. જેમાં કાર ચાલકે બાઇકને અડફેટે લીધી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ત્યારે પોલીસે CCTV ફુટેજના આધારે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Article