Budget 2022 : કેન્દ્રીય બજેટમાં હીરા-સ્ટોન પોલિસી સમાવવા જીજેઇપીસીની રજુઆત, વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલવા પણ માંગ

|

Jan 19, 2022 | 4:32 PM

ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીના ઈ કોમર્સ થકી વ્યવસાયના પ્રચારને લગતા નિયમો ઘડવામાં આવે જેમકે કૂરિયર થકી એક્સપોર્ટની એસ.ઓ.પી., ગૂડ્સ રીટર્નની ફેસિલિટી. પોસ્ટ મારફત એક્સપોર્ટ વિગેરે બાબતોનો પ્રસ્તાવ વાણિજ્ય મંત્રાલય સમક્ષ મોકલવામાં આવ્યો છે. 

Budget 2022 : કેન્દ્રીય બજેટમાં હીરા-સ્ટોન પોલિસી સમાવવા જીજેઇપીસીની રજુઆત, વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલવા પણ માંગ
Surat’s diamond merchants hope Budget 2022 will sparkle with tax cuts(File Image )

Follow us on

આગામી તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારા કેન્દ્રીય બજેટમાં ભારતના ઉદ્યોગ , ધંધા રોજગારો માટે દેશભરના ઉદ્યોગ સંસ્થા સંગઠનો પાસેથી સેન્સ મંગાવાઇ રહ્યો છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગ માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વાણિજ્ય મંત્રાલયને કેટલાક પ્રસ્તાવોની આખી યાદી મોકલવામાં આવી છે.

જીજેઇપીસીએ ખાસ અપીલ કરી છે કે હીરા ઉદ્યોગના વિકાસ માટે જેમ્સ – સ્ટોન પોલિસીને કેન્દ્રીય બજેટમાં સમાવવામાં આવે. જેથી હીરા, ઝવેરાત, જોબવર્ક વગેરેનું કામ કરતા હીરા ઉદ્યોગકારોની વ્યાખ્યા કરી શકાય. હાલ જેમ્સ સ્ટોન પોલિસીના અભાવે અનેક પ્રશ્નો સર્જાય રહ્યા હોવાનું જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું.

જીજેઇપીસીની પ્રાદેશિક કચેરી દ્વારા આગામી વર્ષના બજેટમાં સમાવવા માટે જે પ્રસ્તાવો રજૂ કરવામા આવ્યા છે તેની વિગત આપતા જીજેઇપીસીના ચેરમેને જણાવ્યું હતું કે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

(1) સીધા કરને લગતા પ્રસ્તાવ મુંબઈમાં સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણને મંજૂરી આપવા માટે કરવેરાની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવે. ફોરેન માઇનિંગ કંપની માટે એસએનઝેડમાં રફ હીરાના વેચાણ પર ટર્નઓવર લિંક્ડ ટેક્સ રેટ દાખલ કરો. ફોરેન માઇનિંગ કંપની ટર્નઓવર ટેક્સ ચૂકવશે જે 0.16 % ( બેલ્જિયમમાં દર ) કરતાં વધુ ન હોય.

(2) બિઝનેસ ટુ બિઝનેસ ઇન્ટરનેશનલ ડાયમંડ ઓક્શન્સ માટે ઓનલાઈન કિંમતી અને અર્ધ કિંમતી જેમ સ્ટોન્સ માટે જોબ વર્ક પોલિસી રજૂ વિસ્તરણ કરવામાં આવે .ઇક્વલાઇઝેશન પર સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે.

(3) સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના સનસેટ ક્લૉઝને લંબાવવા બાબતે પણ પ્રસ્તાવ રજૂ કરાયો છે .જીજેઇપીસી કાઉન્સિલે સનસેટ ક્લોઝના વિસ્તરણ તરીકે સેઝમાં જેમ્સ અને જ્વેલરી એકમો માટે કોર્પોરેટ આવક વેરો 25 થી 15 % ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

(4) હીરા, કિંમતી અને અર્ધ કિંમતી જેમ સ્ટોન્સ માટે જોબ વર્ક પોલીસ રજૂ કરવામાં આવે.

(5) સોનાના દાગીનાની નિકાસ માટે જીએસટી રીફંડની જેમ ઇ.ડી.આઇ. સિસ્ટમ દ્વારા “ રેટ એન્ડ ટેક્સ રીફંડ ‘ મિકેનિઝમ દાખલ કરવામાં આવે.

(6) કિમ્બરલી પ્રોસેસ હેઠળ વિદેશમાંથી આયાત કરાયેલા સોન ડાયમંડને ઇમ્પોર્ટ ડ્યૂટિ લાગુ કર્યા વિના રફ ડાયમંડ તરીકે વર્ગીકૃત કરવા બાબત

(7) ભારતમાં જ્વેલરી પાર્ક સ્થાપવા માટે ટેક્સટાઈલ પાર્ક માટે જે પ્રધાનમંત્રી મિત્રા પોલિસી છે તેનો વિસ્તાર કરવામાં આવે અને

(8) ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીના ઈ કોમર્સ થકી વયવસાયના પ્રચારને લગતા નિયમો ઘડવામાં આવે જેમકે કૂરિયર થકી એક્સપોર્ટની એસ.ઓ.પી., ગૂડ્સ રીટર્નની ફેસિલિટી. પોસ્ટ મારફત એક્સપોર્ટ વિગેરે બાબતોનો પ્રસ્તાવ વાણિજ્ય મંત્રાલય સમક્ષ મોકલવામાં આવ્યો છે.

પરોક્ષ કર માળખા અંગે જીજેઇપીસીના પ્રસ્તાવ
કટ અને પોલિશ્ડ હીરા અને કિંમતી અને અર્ધકિંમતી રત્નો પરની આયાત ડ્યુટી 7.5 % થી ઘટાડીને 2.5 % કરવામાં આવે. રફ કલર જેમસ્ટોન્સ ( રત્નો ) પર 0.50 % ની મૂળભૂત કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવે. તદુપરાંત કિંમતી ધાતુઓ સોના ચાંદી પ્લેટિનમ પરની ઇમ્પોર્ટડ્યુટી 7.5 % થી ઘટાડીને 4 ટકા  ક૨વામાં આવે . ઇમ્પોર્ટ ટયૂટીના ના રિફંડ અને વિદેશી સહેલાણીઓ દ્વારા કરવામાં આવતી ખરીદી પર GST અંગે પોલિસી અને પ્રક્રિયા જાહેર કરવામાં આવે.

આ પણ વાંચો :

લકઝરી બસ દુર્ઘટના : FSL ની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું, બસની ડેકીમાં રાખેલા જ્વલનશીલે કર્યું આગમાં ઘી નાંખવાનું કામ

Record Break Corona : સુરતમાં બપોર સુધી 1102 કેસ સામે આવ્યા, બીજા ડોઝની 10 ટકા જ કામગીરી બાકી

Next Article