
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભારતના ભાગલાને લઈને દાવો કર્યો છે કે તેના માટે આ દેશના મુસ્લિમો જવાબદાર ન હતા. હૈદરાબાદખથી સાંસદ ઓવૈસીએ દાવો કર્યો છે કે દેશના વિભાજન માટે મોહમ્મદ અલી જિન્નાની સાથોસાથ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ નેહરુ અને ગાંધી પણ એટલા જ જવાબદાર હતા.
અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં સુરતના લિંબાયતમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન આ દાવો કર્યો કે મૌલાના અબુલ કલામ આઝાદે ભારતના ભાગલા રોકવા માટેના અનેક પ્રયત્ન કર્યા હતા પરંતુ કોંગ્રેસના નેતાઓએ તેમની અપીલ પર ધ્યાન ન આપ્યુ.
સાંભળો શુંં કહ્યુ ઓવૈસીએ- Video
#WATCH | Limbayat, Gujarat | AIMIM chief and MP Asaduddin Owaisi says, “…Muslims were not responsible for the partition. Is the Congress party not among those responsible for the partition? In his book India Wins Freedom, Maulana Azad writes that he went to Gandhi and Nehru and… pic.twitter.com/Ojz2aynr8e
— ANI (@ANI) April 20, 2026
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે ‘મજલિસ’ (AIMIM) થી વિરોધીઓ એટલે ડરે છે કારણ કે સહુની લીડપશીપ હોય છે… ભારતમાં અગર કોઈની લીડરશિપ ન હોવી જોઈએ તો એ મુસ્લિમનોની ન હોવી જોઈએ, આવુ વારંવાર કહે છે કે અરે એક પાર્ટીશન તો થઈ ગયુ….!
અરે… તમે જુઠાણુ ફેલાવી રહ્યા છો. પાર્ટીશનના જવાબદાર આ દેશના મુસ્લિમો ન હતા. કારણે 90 ટકા મુસ્લિમો તો એ જમાનામાં વોટ જ કરી શક્તા ન હતા, જ્યારે એ જાલિમ જિન્ના એ આ મુલ્કના બે ટૂકડા કર્યા.. અને હું પૂછવા માગુ છુ કે શું દેશના બે ટૂકડા કરવામાં કોંગ્રસ પાર્ટી જવાબદાર ન હતી? બિલકુલ હતી…
ઓવૈસીએ ત્યાં સુધી દાવો કર્યો કે, આ હું નથી કહી રહ્યો.. મૌલાના અબુલ કલામ આઝાદે તેમના પુસ્તક ‘INDIA WINS FREEDOM’ માં કહ્યુ છે કે “હું ગાંધીની પાસે ગયો, નહેરુની પાસે ગયો અને અપીલ કરી કે ભારતના ટૂકડા ન થવા દો.. અને મૌલાના આઝાદે આ પુસ્તકમાં લખ્યુ છે કે “હું ભારતની જમુરિયતને મજબુર થવા માટે કહી રહ્યો છુ… ” ઓવૈસીએ મૌલાના આઝાદના પુસ્તકનો હવાલો આપતા કહ્યુ કે આ તમે તેમના પુસ્તકમાં વાંચી શકો છો.