પશુપાલકો માટે ખુશખબર : સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે બોનસ જાહેર,કિલોદીઠ આટલા રૂપિયા મળશે

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે બોનસ જાહેર કરવામાં આવ્યુ છે,જે અંતર્ગત પશુપાલકોને કિલોદીઠ 92 રૂપિયા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 11:05 AM

સુરત (Surat) અને તાપી જિલ્લાના (Tapi District) પશુપાલકો માટે બોનસ જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં પશુપાલકોને કિલોદીઠ 92 રૂપિયા મળશે.તમને જણાવી દઈએ કે, 260 કરોડ રૂપિયાનું બોનસ મંડળીના ખાતામાં 4 જૂને જમા થશે.આજથી ગાયના દૂધમાં (Milk) કિલોફેટે 15 રૂપિયાનો અને ભેંસના દૂધમાં કિલોફેટે 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે.જે અંતર્ગત ગાયના દૂધમાં કિલોફેટે 725 ચુકવવામાં આવશે,જે પહેલા 710 રૂપિયા આપવામાં આવતા હતા.ઉપરાંત ભેંસના દૂધમાં કિલોફેટે 730 ચુકવવામાં આવશે, જે પહેલા 725 રૂપિયા હતા.

સુમુલ ડેરીએ નવા પ્રોજેક્ટ માટે ભૂતકાળમાં કરોડો રૂપિયાની લોન લીધી હતી. વર્ષ 2019-20 આ લોનની રકમ 444.84 કરોડ હતી. જેના વ્યાજનું વાર્ષિક ભારણ 70.39 કરોડ થતું હતું, પરંતુ વીતેલા દોઢથી બે વર્ષમાં 205 કરોડ રૂપિયા ભરપાઈ કરી દેવાતા હવે માત્ર 239.71 કરોડની લોન બાકી રહી છે. લોનની રકમ ઘટી જતાં વ્યાજનું ભારણ 70 કરોડથી ઘટીને 33.16 કરોડ થઇ ગયું છે.

ગાયના દૂધના ભાવમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો

પશુપાલકોને ગાયના દૂધના ભાવમાં કિલોફેટે 15 રૂપિયા અને ભેંસના દૂધના ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે ગાયના ભાવ કિલોફેટે 710 મળતા હતા, તેના સ્થાને 725  મળશે અને ભેંસના કિલોફેટે 725 મળતા હતા, તેના સ્થાને હવે 730 રૂપિયા મળશે. જો કે, છેલ્લા થોડા સમયમાં બીજી વખત પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપ્યો છે.

ઓર્ગેનિક શાકભાજીની ચકાસણી માટે લેબ ઊભી થશે

શહેરમાં વેચાતા શાકભાજી અને ફળો ખરેખર ઓર્ગેનિક છે કે નહીં તેની ખરાઈ કરવા માટે સુમુલ ડેરી 20 કરોડના ખર્ચે અદ્યતન લેબોરેટરી ઊભી કરશે. દક્ષિણ ગુજરાતની આ પહેલી સરકારી લેબ હશે. અહીંયા વપરાશકર્તાઓ ઓર્ગેનિક વસ્તુની ચકાસણી કરાવી શકશે. જોકે, આ માટે તેઓએ નિયમ કરેલી રમત ચૂકવવી પડશે. આ લેબ માટે કેન્દ્ર સરકાર 80 ટકા સબસિડી આપશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">