Bardoli : તસ્કરો પર પોલીસનો હજી પણ કોઈ અંકુશ નહીં, બંગલામાં કશું ન મળ્યું તો દેરાસરને બનાવ્યું નિશાન

|

Jul 26, 2022 | 9:48 AM

બંગલામાં (Bungalow ) ચોરીનો પ્રયાસ નિષ્ફ્ળ રહેતા તસ્કરોએ દેરાસરને નિશાન બનાવી દાનપેટીની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

Bardoli : તસ્કરો પર પોલીસનો હજી પણ કોઈ અંકુશ નહીં, બંગલામાં કશું ન મળ્યું તો દેરાસરને બનાવ્યું નિશાન
Thieves caught in CCTV (File Image )

Follow us on

બારડોલીમાં (Bardoli ) દિન પ્રતિદિન વધતી જતી ચોરીની ઘટનાઓને રોકવા સ્થાનિક પોલીસ(Police ) તંત્ર સદંતર નિષ્ફળ નિવડી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસને ચેલેન્જ (Challenge )આપતા હોય તેમ ચોરીની વધુ ઘટનાઓને ચોર ઇસમો અંજામ આપી રહ્યા છે. બારડોલીના તેન રોડ ઉપર આવેલ સન સીટી સોસાયટીમાં રાત્રી દરમિયાન ત્રાટકેલા ત્રણ જેટલા તસ્કરોએ કુલ ત્રણ બંગલાઓને નિશાન બનાવ્યા હતા. જોકે તમામ બંગલામાંથી કશું હાથ ન લાગ્યું તો તસ્કરોએ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરને નિશાન બનાવ્યું હતું. અને દેરાસરમાં મૂકેલી દાનપેટી તોડી અંદરથી રોકડ રકમ ચોરી કરી ભાગી છૂટયા હતા.

એક તરફ બારડોલી પંથકમાં  ઘરફોડ ચોરીઓમાં રોકવા બારડોલી ટાઉન પોલીસ અનેક પ્રયત્નો સાથે એક્શન પ્લાન અમલમાં મૂકી રહી છે.પોલીસ દ્વારા  કડક ચેકિંગ અને ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં અવનવા રસ્તે રાત્રી દરમિયાન વિવિધ સોસાયટીઓમાં પ્રવેશી તસ્કરો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. બારડોલીના તેન રોડ ઉપર આવેલી સનસીટી સોસાયટી રાત્રિ દરમિયાન ત્રણ જેટલા તસ્કરો દ્વારા બંગલા નંબર ડી-17 માં રહેતા ચિરાગ રાકા ના મકાનમાં બારી નો કાચ તોડી  અંદર પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સામેના બંગલામાં રહેતા રહીશો જાગી જતા તસ્કરો ભાગી છૂટયા હતા.

તે બાદ તેઓએ આ જ સોસાયટીમાં ભાવેશ પટેલના બંગલા નંબર ઈ-15ના દરવાજાના તાળા તોડી તસ્કરો ઘૂસ્યા હતા. પરંતુ તે બંગલામાંથી પણ કશું હાથ લાગ્યું નહતી. ત્યારબાદ સોસાયટીના બંગલા નંબર ડી-56 માં રહેતા કેવલચંદ શાહ નો પરિવાર પહેલા માળ ઉપર સૂતો હતો ત્યારે ઘરના પાછળના દરવાજાનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. આ ઘરમાં પણ ચોર ઇસમોને કશું હાથ ન લાગતા સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. સતત ત્રણ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ ન આપી શકનારા ચોર ઈસમો આ જ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરમાં ઘૂસી દાનપેટી તોડી રોકડ ૨કમ લૂંટી ભાગી ગયા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આમ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફ્ળ રહેતા તસ્કરોએ દેરાસરને નિશાન બનાવી દાનપેટીની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article