Bardoli : શ્રાવણના પહેલા સોમવારે બારડોલીના માર્ગો પર કાવડ યાત્રીઓએ બમ બમ ભોલેના નાદથી વાતાવરણ કર્યું ભક્તિમય

|

Aug 01, 2022 | 3:02 PM

હાલ ચાલી રહેલા શ્રાવણ માસના પવિત્ર દિવસને દર વર્ષે બાબેન ગામમાં નીર લેવા કાવડયાત્રીઓ આવે છે. ત્યારે છેલ્લા છ વર્ષથી મોટી માત્રામાં કાવડયાત્રીઓ જોડાય છે. આ વર્ષે 250  જેટલા કાવડયાત્રીઓ જોડાયા હતા.

Bardoli : શ્રાવણના પહેલા સોમવારે બારડોલીના માર્ગો પર કાવડ યાત્રીઓએ બમ બમ ભોલેના નાદથી વાતાવરણ કર્યું ભક્તિમય
Shravan Month Celebration (File Image )

Follow us on

ભગવાન શિવની (Shivji ) આરાધનાનો પર્વ એટલે શ્રાવણ માસ, આ દિવસે શિવમંદિરો (Temple ) તો શિવભક્તોની ભીડથી ઉભરાય જ જાય છે. પણ રસ્તા પર પણ શિવભક્તોનો સાગર જોવા મળતો હોય છે. ખાસ કરીને સુરત જિલ્લાના બારડોલી ગામે આવેલા અનેક એવા શિવ મંદિરોમાં ભક્તો દૂર દૂરથી કાવડ યાત્રા લઈને આ મંદિરોમાં આવે છે. અને પવિત્ર નદીઓના જળથી શિવલિંગનો જળાભિષેક કરે છે.

કેદારેશ્વર મંદિરે વર્ષોથી આવે છે કાવડયાત્રીઓ :

છેલ્લા છ વર્ષ થી વિશાળ કાવડયાત્રામાં 250  જેટલા કાવડ યાત્રીઓ બાબેન ગામ થી નીર લઈ બારડોલીના સુપ્રસિધ્ધ કેદારેશ્વર શિવજી મંદિરે પહોચી જળનો અભિષેક કરતા આવ્યા છે. જીવનો શિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ માસનો ગત  શુક્રવારથી પ્રારંભ થતાં શિવ ભક્તોમાં શ્રધ્ધાળુઓ ઓતપ્રોત બની શિવભક્તિમાં લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે.

250 જેટલા કાવડ યાત્રીઓ જોડાયા :

હાલ ચાલી રહેલા શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે બાબેન ગામમાં નીર લેવા કાવડયાત્રીઓ આવે છે ત્યારે છેલ્લા છ વર્ષ થી વિશાળ કાવડયાત્રામાં 250  જેટલા  કાવડયાત્રીઓ જોડાયા હતા.કાવડયાત્રીઓ બાબેન શિવ મંદિરે સ્નાન કરી જળ લઈ રવાના થયા હતા. અને શ્રી કેદારેશ્વર મંદિર બારડોલી ખાતે પહોચી શિવજીને અભિષેક કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો માર્ગ :

આ કાવડયાત્રા આજે સવારે નીકળી બારડોલી નાં કેદારેશ્વર મંદિરે પહોંચી હતી. અને જળાભિષેક દ્વારા શ્રાવણ મહિનામાં શ્રાવણના સોમવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાઇ રહેશે. ત્યારે હાઇવે ના માર્ગો પર પણ કાવડ યાત્રીઓ જોવા મળે છે. આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સુરત જિલ્લા નાં બારડોલી નગરના માર્ગો પર વિશાળ 250  જેટલા એક સાથે કાવડયાત્રીઓ હર હર મહાદેવ બમ બમ બોલે નાંદથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો. આમ આ આખો મહિનો અને ખાસ કરીને શ્રાવણના દર સોમવારે શિવ ભક્તો અને કાવડ યાત્રીઓની આ જ પ્રકારે ભીડ જોવા મળશે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article