Bardoli : 40 ચોરી કર્યા બાદ પણ તસ્કરો થાકતા જ નથી, હવે નિવૃત જજના મકાનમાં પણ કર્યો હાથફેરો, લોકો જાગરણ કરવા બન્યા મજબુર

|

Jul 29, 2022 | 12:38 PM

છેવાડાની સોસાયટીના (Society ) લોકોએ 10-10 વ્યક્તિઓની ટિમ બનાવીને વારા બાંધીને ઉજાગરા શરુ કર્યા છે. તસ્કરો સામે પોતાના મકાનની સલામતી પોતે જ કરી રહ્યા છે. જે પોલીસ માટે પણ વિચારવા જેવી બાબત બની રહી છે. 

Bardoli : 40 ચોરી કર્યા બાદ પણ તસ્કરો થાકતા જ નથી, હવે નિવૃત જજના મકાનમાં પણ કર્યો હાથફેરો, લોકો જાગરણ કરવા બન્યા મજબુર
Bardoli CCTV Footage (File Image )

Follow us on

બારડોલી (Bardoli ) પંથકમાં તસ્કરો બેફામ બન્યા છે. છેલ્લા એક મહિનામાં જ ચોરીની (Thief ) 40 ઘટનાઓ સામે આવતા પોલીસ સામે મોટો પડકાર (Challenge ) પણ ઉભો થયો છે. અને પોલીસની શાખ સામે સવાલ પણ ઉભો થયો છે. એક જ દિવસમાં એક જ સોસાયટીના પાંચ પાંચ મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હોય તેવા પણ બનાવ સામે આવ્યા છે. આ સિવાય જયારે બંગલામાંથી કશું હાથ ન લાગે તો દેરાસરમાં પણ હાથ ફેરો કરવામાં તસ્કરોના હાથ ધ્રુજતા નથી. ચોરીની ઉપરાછાપરી બનતી ઘટનાએ બારડોલી પોલીસને ચેલેન્જ આપ્યું છે. અને હવે 40 ચોરી  કર્યા બાદ પણ તસ્કરો થાક્યા ન હોય તેમ નિવૃત સેશન્સ જજના ઘરે હાથફેરો કર્યો છે.

પોલીસે બનાવ્યો છે એક્શન પ્લાન :

હજી એક દિવસ પહેલા જ બારડોલી પંથકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ સોસાયટીના લોકો સાથે બેઠક કરીને આવી ઘટનાઓ બનતી કેવી રીતે રોકવી તે માટે સલાહ સૂચનો અને માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા. જેમાં સોસાયટીઓની ફરતે ફેન્સીંગ કરવા, યુવાન વૉચમૅનો રાખવા, સીસીટીવી કાર્યરત રાખવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસે પણ સતત નાઈટ પેટ્રોલિંગ વધારીને વાહન ચેકીંગ પર પણ વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.

40 ચોરી બાદ હવે નિવૃત જજના ઘરે પણ હાથફેરો :

આટ આટલું કરવા છતાં પણ તસ્કરો ને પોલીસ કે કાયદાની કોઈ બીક ન હોય તેમ વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. અને આ વખતે તસ્કરોએ નિવૃત સેશન્સ જજના મકાનને નિશાન બનાવ્યું છે. બારડોલીમાં શ્રીપતિ વિલામાં રહેતા નિવૃત એડિશનલ જજ પોતાના વતન હિંમતનગર ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના બંધ ઘરમાં હાથ ફેરો કર્યો હતો. મુખ્ય દરવાજો તોડીને તેઓ ઘરમા ઘુસ્યા હતા. અને બે કલાક સુધી તેઓ ચોરી કરતા જ રહ્યા છે. છતાં કોઈને ભનક પણ સુદ્ધાં આવી નહિ. ચોરોએ પરચુરણ સામાન અને સોનાચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લોકો ઉજાગરા કરવા બન્યા મજબુર :

જોકે પોલીસ પર પણ હવે બારડોલીની જનતાને ભરોસો ઓછો રહ્યો હોય તેમ રેલવે લાઈન અને હાઈવેને અડીને આવેલી છેવાડાની સોસાયટીના રહીશો હવે જાતે જ જાગરણ કરીને સોસાયટીની નિગરાની રાખી રહ્યા છે. છેવાડાની સોસાયટીના લોકોએ વારા બાંધીને 10-10 વ્યક્તિઓની ટિમ બનાવીને ઉજાગરા કરીને પોતાના મકાનની સલામતી પોતે જ કરી રહ્યા છે.

Input Credit Jignesh Mehta (Bardoli ) 

Next Article