AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bardoli : વિશ્વ આદિવાસી દિવસ નિમિતે બારડોલીમાં પરંપરાગત રીતે કાઢવામાં આવી રેલી

બારડોલી (Bardoli ) સ્વરાજ આશ્રમથી રેલીનું પ્રસ્થાન થયું હતું. બારડોલી ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજિત રેલીમાં આદિવાસી સમાજ માટે બિન રાજકીય હેતુ સાથે ઉજવણીનું આયોજન કરાયું હતું. 

Bardoli : વિશ્વ આદિવાસી દિવસ નિમિતે બારડોલીમાં પરંપરાગત રીતે કાઢવામાં આવી રેલી
A traditional rally was taken out in Bardoli on the occasion of World Tribal Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 2:36 PM
Share

તારીખ નવમી ઓગસ્ટ ને વિશ્વ (World ) આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બારડોલી (Bardoli ) ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહારેલી (Rally )નું આયોજન કરવામાં આવ્યું હતું . પરંપરાગત આદિવાસી પરિધાન સાથે રેલી કાઢવામાં આવી હતી. આદિવાસી સમાજના પડતર પ્રશ્નો ને લઈને બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું . સંયુક્ત રાષ્ટ્ર યુનો દ્વારા 9મી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ (Word Tribal Day)જાહેર કરવામાં આવ્યો હતો . જેને લઇને નવ ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.  જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . રેલી માં પરંપરાગત આદિવાસી પરિધાન  વાજિંત્રો અને નૃત્ય આજે કાઢવામાં આવેલી રેલીમાં જોવા મળ્યા હતા.

બિન રાજકીય હેતુ સાથે કરાઈ ઉજવણી :

બારડોલી સ્વરાજ આશ્રમથી રેલીનું પ્રસ્થાન થયું હતું. બારડોલી ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજિત રેલીમાં આદિવાસી સમાજ માટે બિન રાજકીય હેતુ સાથે ઉજવણીનું આયોજન કરાયું હતું.  બારડોલી સ્વરાજ આશ્રમ થી નીકળેલી આદિવાસી સમાજની રેલી બાદ આદિવાસી સમાજના પડતર પ્રશ્નો બાબતે બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું

વિશ્વ આદિવાસી દિવસ હોય બારડોલી ખાતે તાલુકા અને નગરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. આદિવાસી નૃત્યો, પારંપરિક પરિધાન પ્લે કાર્ડ દર્શાવી દર્શાવી નગરમાં રેલી નીકળી હતી . સ્વરાજ આશ્રમથી નીકળેલી રેલી રાજમાર્ગ થઈ તલાવડી નજીક બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ફૂલ હાર અર્પણ કરી બારડોલી મામલતદાર કચેરી ખાતે સમાપન કરાવ્યું હતું . અને વિશ્વ આદિવાસી દિવસ ની રેલી નું બિન રાજકીય રીતે સમાપન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓની વસ્તી છે. ત્યારે આજના દિવસે અલગ અલગ જિલ્લાઓમાં પણ આદિવાસી દિવસને લઈને ઉજવણી કરવામાં આવી હતી. અને આદિવાસી સમાજના ઉત્થાન માટે અને વિકાસ માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Input Credit Jignesh Mehta (Bardoli )

Follow Us
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
g clip-path="url(#clip0_868_265)">