Surat : શિક્ષિકા સાથે ઓનલાઇન છેતરપિંડી થઇ, ઠગબાજે ખાતામાંથી 1.76 લાખ રૂપિયા ઉપાડી લીધા

|

Dec 31, 2021 | 8:12 AM

ભેજાબાજે ગુગલ -પેમાં રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર માંગી તેના ઉપર લીંક મોકલી, લીક ફિલ-અપ કર્યા બાદ મોબાઈલમાં આવેલ ઓટીપી નંબર આપતા તેણે ડીલીવરી બોયનો મોબાઈલ નંબર વોટ્સઅપ કર્યો હતો.

Surat : શિક્ષિકા સાથે ઓનલાઇન છેતરપિંડી થઇ, ઠગબાજે ખાતામાંથી 1.76 લાખ રૂપિયા ઉપાડી લીધા
An online fraud took place with the teacher

Follow us on

મહિધરપુરા વિસ્તારમાં રહેતી શિક્ષિકાને દીકરીના અભ્યાસ માટે એક બુકની જરૂર હતી. જેથી તેણીએ ઓનલાઇન બુક મંગાવી હતી. પરંતુ ઓનલાઇન બુક મંગાવવાના ચક્કરમાં 1.76 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. શિક્ષિકાને બુકની ડિલીવરી નહી મળતા ગુગલમાં સર્ચ કરી એક ઓનલાઇન કંપનીનો કસ્ટમર કેર નંબર મેળવી તેના ઉપર ફોન કરતા સામેવાળા ભેજાબાજે વાતોમાં વિશ્વાસમાં લઈ ઓટીપી નંબર મેળવી લીધા લીધો હતો. તે બાદમાં શિક્ષિકાના ખાતામાંથી ત્રણ તબક્કામાં પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

હરિપુરા ભઠીશેરીની સામે પીરછડી રોડ ખાતે રહેતા અને ડુમસ રોડ મહેશ્વરી વિદ્યાપીઠ સ્કુલમાં સંગીતના ટીચર તરીકે નોકરી કરતા 33  વર્ષીય ભાવનાબેન હીતેશભાઈ રાણાએ ગત તા 25 ઓક્ટોબરના રોજ દીકરી આરાઘ્યા માટે ટ્યુલીપ બુક ઓર્ડર કરવા માટે ગુગલ સર્ચ એન્જીનમાં ટ્યુલીપ બુક સર્ચ કરી વેબ પેજ ઓપન કરી ટ્યુલીપ બુકે ઓર્ડર કયો હતો.

અને તેનું રૂપિયા 578નું  પેમન્ટ ગુગલ-પે થી કર્યુ હતું. પરંતુ ઓર્ડરની ડીલીવરી મળી ન હતી. અને ભાવનાબેને પતિનું ઓપરેશન કરવાનું હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારબાદ ગત તા 8 નવેમ્બરના રોજ ભાવનાબેને ગુગલ સર્ચ એન્જીનમાં ઓનલાઇન કંપનીના કસ્ટમર મોબાઈલ નંબર મેળવી તેના ઉપર ફોન કરીને ટ્યુલીપ બુક ઓર્ડર કર્યો છે. તે હજુ સુધી આવી નથી હોવાની વાત કરી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

હિન્દીમાં વાત કરતા સામેવાળા ભેજાબાજે ભાવનાબેનને પાંચ રૂપીયા ગુગલ પે થી પેઈડ કરવા જણાવ્યુ હતું. અને જે માહીતી માંગુ તે આપવી પડશે તેમ કહીને ભેજાબાજે ગુગલ -પેમાં રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર માંગી તેના ઉપર લીંક મોકલી, લીક ફિલ-અપ કર્યા બાદ મોબાઈલમાં આવેલ ઓટીપી નંબર આપતા તેણે ડીલીવરી બોયનો મોબાઈલ નંબર વોટ્સઅપ કર્યો હતો.

ત્યારબાદ ગણતરીના કલાકોમાં ભાવનાબેનના પતિના બેન્ક ખાતામાંથી ત્રણ તબક્કામાં કુલ રૂપીયા 1,76,750 ટ્રાન્જેકશન કરી ઉપાડી લીધા હોવાનો મેસેજ આવતા ચોકી ઉઠ્યા હતા. ભાવનાબેનને ખ્યાલ આવતા તેઓએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણયા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં

આ પણ વાંચો : SURAT : કોરોના કેસોમાં ઉછાળો, ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા તાકીદ કરાઇ

Next Article