ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરતમાં તંત્ર સજ્જ, કોરોનાની સારવાર માટે બેડની સંખ્યામાં વધારો કરાયો

|

Dec 05, 2021 | 3:28 PM

સુરતના મેયરે કહ્યું કે ઓમિક્રોનના ખતરાને પગલે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે.. નવી સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે 83 બેડનો અલાયદો વોર્ડ શરૂ કરાયો છે.

કોરોનાના(Corona)ઓમિક્રોન વેરિઅન્ટનો પગપેસારો સુરતમાં(Surat)ન થાય તે માટે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડ પર છે.. સુરત એરપોર્ટ (Surat Airport) પર હાઈરિસ્ક દેશોમાંથી આવનારા તમામ મુસાફરોના આરટીપીસીઆર( RTPCR) ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને દરેકને ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.. સાથે જ તેમનું ટ્રેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

સુરતના મેયરે કહ્યું કે ઓમિક્રોનના ખતરાને પગલે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે.. નવી સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે 83 બેડનો અલાયદો વોર્ડ શરૂ કરાયો છે. જ્યારે 2200 બેડની સુવિધા વધારીને 3 હજાર બેડ કરાશે.

તો આ તરફ, ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી થઈ ચુકી છે.તો બીજી તરફ સુરતના લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસ વધવાની ભીતિ સેવાઈ રહી છે.શહેરના સહારા દરવાજા વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં વહેલી સવારથી લોકો શાકભાજીની ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું લોકો ભાન ભૂલ્યા હતા. જ્યારે બીજી તરફ શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ પણ માસ્ક વિના જોવા મળ્યા હતા.લોકો પોતાની નૈતિક ફરજ ભૂલી બેખોફ શાકભાજીની ખરીદી કરતા જોવા મળ્યા હતા.જ્યારે શાકભાજીનું વેચાણ કરતા સ્ટોલ ધારકો પણ જાણે કોરોના ભાગી ગયો હોય તે પ્રકારે માસ્ક વિના જ શાકભાજીનું વેચાણ કરતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો : કાપડ પર GST વધારાને લઈ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું નિવેદન, કહ્યું પિયૂષ ગોયલની આગેવાનીમાં નાણાંપ્રધાનને રજૂઆત કરાશે

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના નિયમોનો ભંગ બદલ ધરપકડનો આંકડો 1 લાખને વટાવી ગયો

Next Video