બારડોલીના બે બાળકોનું સાહસ : વેવબોર્ડ પર વડનગરથી દિલ્હી સુધીનું અંતર કાપી પીએમને આપશે જન્મદિનની શુભેચ્છા

|

Sep 06, 2022 | 9:38 AM

આ બંને બાળકોએ આ અગાઉ પણ અનેક રેકોર્ડ પોતાના નામે કરાવ્યા છે. બંને જયારે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છે, ત્યારે ત્રણ વાહનોમાં સહાયકો તેમની સાથે રહેશે.

બારડોલીના બે બાળકોનું સાહસ : વેવબોર્ડ પર વડનગરથી દિલ્હી સુધીનું અંતર કાપી પીએમને આપશે જન્મદિનની શુભેચ્છા
Adventure of two children of Bardoli (File Image )

Follow us on

સુરત જિલ્લાના બારડોલી (Bardoli )ખાતે બે બાળકો વેવબોર્ડ પર સ્કેટિંગ કરી દિલ્હી જવા નીકળ્યા છે. અને જ્યાં 17 મી ના રોજ વડા પ્રધાન(PM) નરેન્દ્ર મોદી ને મળનાર છે. બંને બાળકો વડનગરથી નીકળી 10 દિવસમાં દિલ્હી વેવબોર્ડ પર સ્કેટિંગ કરી પહોંચનાર છે. જેને સ્થાનિક ધારાસભ્યએ પ્રસ્થાન કરાવ્યું હતું.

સરદાર પટેલની કર્મભૂમિ અને સાહસી પ્રવૃત્તિ માટે જાણીતું સુરત જિલ્લા ના બારડોલી ખાતે બે બાળકો એ ફરી નવીન સાહસ ખેડવા જઈ રહ્યા છે. અને બારડોલી ના ઠાકર પરિવાર ના બંને બાળકો 12 વર્ષ નો રુદ્રાક્ષ અને 9 વર્ષ નો રિધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસની અનોખી ભેટ આપનાર છે. આમ તો બાળકના પિતા  સાગર ઠાકર પણ સાહસિક છે. જેથી બાળકો પણ પ્રેરાઈ ને સાહસ ખેડવાનું નક્કી કર્યું છે. વડનગર થી તેઓ 950 કિમિ નું અંતર  10 દિવસ માં કાપી વેવબોર્ડ પર સ્કેટિંગ કરી ને દિલ્હી પહોંચનાર છે. જેનું બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર અને સાંસદ પરભુ વસાવા ના હસ્તે તેઓ ને પ્રસ્થાન કરાવ્યું હતું.

બારડોલી ખાતે બંને બાળકો ને આજે નવીન સાહસ માટે વડનગર જવા રવાના થયા હતા. અને વડનગર થી તેઓ વેવબોર્ડ પર સ્કેટિંગ કરી યાત્રા શરૂઆત કરનાર છે. બાળકો ના નવીન સાહસ માટે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર એ પોતાનો એક મહિનાનો પગાર બાળકો માટે આપવાની જાહેરાત કરી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ બંને બાળકોએ આ અગાઉ પણ અનેક રેકોર્ડ પોતાના નામે કરાવ્યા છે. બંને જયારે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છે, ત્યારે ત્રણ વાહનોમાં સહાયકો તેમની સાથે રહેશે. નાના બાળકોના સાહસ બદલ બારડોલી ના બ્રાહ્મણ સમાજ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, અને તેમના આ સાહસને બિરદાવવામાં પણ આવ્યું હતું.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article