Surat માં પીએમ મોદીના જન્મદિને 71 કિલોની કેક કાપી ઉજવણી, કેક કુપોષિત બાળકોને વિતરીત કરાશે

| Edited By: | Updated on: Sep 17, 2021 | 1:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) ના 71માં જન્મદિવસની દેશભરના અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સુરત(Surat)માં પીએમ મોદીના જન્મદિવસની(PM Modi Birthday)71 કિલોની કેક(Cake) કાપીને ઉજવણી કરવામાં આવી હતી. પોષક તત્વોમાંથી બનાવેલી આ કેક કુપોષિત બાળકોને વિતરીત કરવામાં આવશે. પીએમ મોદીના જન્મ દિવસે  સુરતમાં રાધાકૃષ્ણ મંદિર દ્વારા 71 કિલોની કેક તૈયાર કરવામાં આવી છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) ના 71માં જન્મદિવસની દેશભરના અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સુરત(Surat)માં પીએમ મોદીના જન્મદિવસની(PM Modi Birthday)71 કિલોની કેક(Cake) કાપીને ઉજવણી કરવામાં આવી હતી. પોષક તત્વોમાંથી બનાવેલી આ કેક કુપોષિત બાળકોને વિતરીત કરવામાં આવશે.

પીએમ મોદીના જન્મ દિવસે  સુરતમાં રાધાકૃષ્ણ મંદિર દ્વારા 71 કિલોની કેક તૈયાર કરવામાં આવી છે. આ કેક બનાવવા માટે ચાર દિવસનો સમય લાગ્યો છે. આ કેક અંગે આયોજકે જણાવ્યું કેકમાં ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ છે. તેમજ આ કેકનું વિતરણ કોર્પોરેશનની શાળા અને સિવિલ હોસ્પિટલમાં કુપોષણથી પીડાતા બાળકોને વિતરીત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુરત(Surat)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Narendra Modi)71મા જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી  છે . જેમાં સુરત મહાનગરપાલિકા(SMC)દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રીના 12 વાગ્યાથી રેલવે સ્ટેશન પરથી વેકસીન સેન્ટર(Vaccine Centre)શરૂ કરવામાં આવ્યું.ટ્રેન મારફતે આવતા તમામ મુસાફરોને વેકસીન આપવામાં આવી રહી છે .

આ વેકસીનેશન સેન્ટરને પાલિકા કમિશનર દ્વારા રેલવે સ્ટેશન પર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ 415 વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિત અલગ ઝોનમાં પણ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad: પીએમ મોદીના જન્મ દિવસે મેગા રસીકરણ અભિયાન,એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર વ્યવસ્થા

આ પણ વાંચો : PM Modi: પીએમ મોદીએ તમામ મંત્રાલયોના સચિવોની બેઠક બોલાવી, ચાલુ કામોની સમીક્ષા કરશે

Published on: Sep 17, 2021 01:16 PM