AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના કતારગામની 39 લાખના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 5 આરોપીની કરી ધરપકડ

કતારગામમાં હીરા વેપારી સાથે થયેલી લૂંટનો ભેદ સાડા ત્રણ મહિને ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એકની વડોદરાથી ધરપકડ કરી આખી ચેનને ઝડપી પાડી ,પોલીસે કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે.

સુરતના કતારગામની 39 લાખના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 5 આરોપીની કરી ધરપકડ
Surat diamond robbery case
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 28, 2022 | 6:39 PM
Share

સુરતના કતારગામની જેરામ મોરાની વાડીમાં આવેલ હીરા વેપારી સાથે સાડાત્રણ મહિના પહેલા ચકચારીત લાખોના હીરાની લૂંટની ઘટના બની હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાડા ત્રણ મહિના બાદ આખરે આ લુંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે લૂંટ કરનાર કુલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. લૂંટારો 39 લાખના હીરા લુંટી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી હાલ 13 લાખના હીરાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ મુદ્દા માલ રિકવર કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં બની હતી ઘટના

સુરતના કતારગામ વિસ્તારમાં જેરામમોરાની વાડીમાં આવેલા હીરાના કારખાનામાંથી ગત 12 સપ્ટેમ્બરના રોજ હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિ સાથે લૂંટની ઘટના બની હતી. કનૈયાલાલ પ્રજાપતિ પોતાનું કારખાનું બંધ કરી રૂપિયા 39 લાખના હીરા પોતાની સાથે વોલ્ટમાં મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન કારખાનાના પાર્કિંગમાંથી જ તેમની સાથે લૂંટ થઈ હતી. કનૈયાલાલ પ્રજાપતિને મોઢે રૂમાલ બાંધી ચાર જણા આવી પાર્કિંગમાં માર મારી તેમની પાસે રહેલા હીરા મોબાઈલ અને રોકડ લઈ ફરાર થઈ ગયા હતા.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલ્યો ભેદ

ઘટના અંગે કતારગામ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દોડતી થઈ ગઈ હતી. વેપારીની ફરિયાદના આધારે પોલીસ લૂંટારો સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી હતી, ત્યારે આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સાડા ત્રણ મહિને આ ભેદ ઉકેલવા સફળતા મળી છે. પોલીસે લૂંટને અંજામ આપનાર કુલ પાંચ આરોપીને આખરે ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે તેમની પાસેથી 39 લાખના હીરા પૈકી 13 લાખના હીરાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવી ઓરોપીઓની ખોલી પોલ

હીરા વેપારી કનૈયાલાલ ને તેના કારખાના પાર્કિંગમાં જ લૂંટી લીધા બાદ ત્યાંથી ફરાર થઈ રહેલા લુટારો ભાગતા સીસીટીવી માં કેદ થયા હતા. પોલીસે આ સીસીટીવી કબજે કરીને આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી હતી. સીસીટીવીમાં બે બાઈક ઉપર ચાર લોકો ફરાર થતા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તેમ છતાં તેઓના ચહેરા ક્લિયર ન દેખાતા હોવાથી પોલીસ સીસીટીવી ના આધારે પણ આરોપી સુધી પહોંચી શકતી ન હતી. આખરે પોલીસે આ સમગ્ર મામલો તેમના બાદમીદારોના આધારે ઉકેલી કાઢવામાં સફળતા મળી છે.

હીરાલુંટનો ગુનો પોલીસ માટે એક ચેતવણી રૂપ કિસ્સો

સુરત પોલીસના ચોપડે અનડીટ બોલાવતો હીરાલુંટનો ગુનો પોલીસ માટે એક ચેતવણી રૂપ બની ગયો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ઘરફોડ સ્કોડની ટીમને કતારગામમાં થયેલ લાખોના હીરા લૂંટની ઘટનામાં ચોક્કસ માહિતી મળી હતી. આ ગુનાને અંજામ આપનાર એક ઈસમ કાળુભાઈ ઉર્ફે દાઉદ જેતાણીનું નામ જાણવા મળ્યું હતું અને જે હાલ વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા ઇડબલ્યુએસ આવાસ ના બિલ્ડીંગ નંબર 7 અને ફ્લેટ નંબર 202માં રહે છે તેવી ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ કરજણ ખાતે પહોંચી હતી અને ચોક્કસ વોચ ગોઠવીને લૂંટને અંજામ આપનાર પાંચ પૈકીના એક આરોપી કાળુ ઉર્ફે દાઉદ તેજાણીને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની પૂછપરછ દરમ્યાન લૂંટની આખી ચેન ખુલી પડી હતી.

હીરાની લૂંટ મામલે આરોપી પકડાયા

કતારગામમાં થયેલ લાખોના હીરાની લૂંટ મામલે આરોપી પકડાઈ ગયા છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લૂંટની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વડોદરાથી એક આરોપી કાળુને ઝડપી લીધો છે અને તેને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેની પર સુરતથી રવિ ઉર્ફે બાબર કંડોડીયા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો તેણે હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિને લૂંટવાનો પ્લાન બતાવ્યો હતો.

શનિવારે મોટરસાયકલ ઉપર ચારેય આરોપીઓએ રેકી કરી હતી

કાળુને રવિએ ફોન પર જણાવ્યું હતું કે હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિ રોજ સાંજે કારખાનું બંધ કરી તેની મોપેડ ઉપર લાખોના હીરાનો માલ લઈ એકલા જાય છે. જો તેની પાસેથી હીરાના માલની લૂંટ કરીશું તો લાખો રૂપિયાનો માલ મળશે અને આ કામમાં મારા બે મિત્ર રાજેશ ભીલ અને કૈલાશ વાઘેલા પણ સાથ આપશે. આ લૂંટમાં જે કાંઈ મળશે તે બધા સરખે ભાગે વહેંચી લઈશું. તેવું જણાવી કાળુંને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તે રવિના ઘરે આવી રહેતો હતો. લૂંટના બે દિવસ અગાઉ શનિવારે મોટરસાયકલ ઉપર ચારેય જણા રેકી કરી હતી.

ત્યારબાદ 12 સપ્ટેમ્બરના રોજ તેમણે ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે સુરત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ચારેય મિત્રોએ હીરા વેપારીને લૂંટવાનો પ્લાન બનાવી દીધા બાદ તેની રેકી થઈ ગયા બાદ ઘટનાને અંજામ આપવાનો સમય આવી ગયો હતો. 12 સપ્ટેમ્બરના રોજ પ્લાન મુજબ ચારેય આરોપી મોટરસાયકલ પર જેરામ મોરાની વાડીના હીરા કારખાનાના પાર્કિંગમાં આવી ગયા હતા. તેઓ વેપારી નીકળે તે પહેલા પાર્કિંગની અંદર છુપાઈ ગયા હતા.

બે મિત્રો ઉપર જઈ કારખાનું બંધ કરી વેપારી નીકળી રહ્યો છે તેની ખબર રાખવા ગયા હતા. કનૈયાલાલ જેવા હીરાનો મુદ્દામાલ સાથે લઈ કારખાનું બંધ કરી જવા નીકળ્યા અને પાર્કિંગમાં પહોંચ્યાની સાથે જ વેપારી પર હુમલો કરી તેની પાસે રહેલી બેગ લૂંટી લેવામાં આવ્યું હતું. એટલું જ નહીં કનૈયાલાલને સુરતના યુવક રવિન્દ્રએ માર મારી હીરા લૂંટવાની સાથે તેની પાસે રહેલ મોબાઈલ પણ લૂંટી તમામ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા.

લૂટ બાદ હીરાને વેચવાનો હતો પ્લાન

ચારેય જણાએ હીરાની લૂટ ચલાવી લીધા બાદ આ હીરાને વેચવા માટેનો પણ પ્લાન બનાવી. જે માટે લૂંટ નો પ્લાન બનાવનાર રવિન્દ્ર કંડોડિયા એ સુરતના એક હીરા દલાલ મેહુલ ઉર્ફે શૈલેષ ડોંડા ને આ સમગ્ર બનાવવા અંગે જાણ કારી હતી. અને લૂંટના હીરાને વેચાણ કરાવી આપવાથી તેને મોટું કમિશન આપવાની પણ વાત કરી હતી.ત્યારે આ લૂંટના હીરાને વેચવા અંગે જણાવવામાં આવ્યું હતું. જે અંગેની હકીકત જાણતો હોવા છતાં શૈલેષ ડોંડાએ લૂંટના હીરા પૈકી 41 નંગ હીરા વેચાણ કરી આપવામાં આવ્યા હતા. જેમાંથી તમામ ભાગીદારોને બબ્બે લાખ રૂપિયા વહેંચાયા પણ હતા. પોલીસ તપાસમાં શૈલેષ ડોંડા નું પણ નામ બહાર આવતા પોલીસે ચાર પૈકી પાંચમાં આરોપી તરીકે તેની ધરપકડ કરી છે.

આરોપીની છે હિસ્ટ્રી

પોલીસે આ ગુનામાં પ્લાન ઘડનાર રવિન્દ્ર કંડોલીયા, તેના બે મિત્ર રાજેશ ભીલ, શૈલેષ વાઘેલા, લૂંટને અંજામ આપનાર કાળુભાઈ જેતાણી લૂંટના હીરાને વેચાણ કરનાર શૈલેષ દોંડા મળી કુલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ પાસેથી 39 લાખના હીરા પૈકી 13 લાખના હીરાનું મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે બાકીના હીરા વેચાણ કરી દીધા હોવાથી તે મુદ્દા માલ પણ રિકવર કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.આ સમગ્ર ગેંગ પકડાઈ ગયા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તેમની પૂછપરછ અને તપાસ કરી રહી હતી દરમિયાન જાણવા મળ્યું છે કે આ સમગ્ર ગેંગ વધુ એક મોટી લૂંટને અંજામ ટૂંક સમયમાં આપવા જઈ રહી હતી. આગેન વડોદરા જિલ્લાના આજવા પાસેના ગામમાં મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે આ પ્લાન સફળ થાય તે પહેલા તેઓ કતારગામ લૂંટ ગુનામાં પકડાઈ જતા તે નિષ્ફળ ગયો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઘરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ લૂંટની આ ગેંગ માંથી કાળુભાઈ ઉર્ફે દાઉદ જેતાણી ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કાળું જેતાણી અગાઉ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. ભાવનગર જિલ્લાના બોર તળાવ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનમાં પકડાઈ ચૂક્યો છે. તો વર્ષ 2011-12 માં ભાવનગરમાં થયેલ ચકચારિત હમીર વશરામ મર્ડર કેસમાં પણ જેલવાસ ભોગવી આવેલ છે. આ ઉપરાંત ભાવનગરમાં જ અપરણના ગુનામાં પણ અગાઉ પકડાઈ ચૂકેલ છે.

g clip-path="url(#clip0_868_265)">