SURAT : VNSGU યુનિવર્સિટી ગરબા વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના PI-PSIની બદલી, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

|

Oct 14, 2021 | 7:26 PM

બે દિવસ પહેલા વિદ્યાર્થીઓને યુનિવર્સીટી કેમ્પસમાં ગરબા દરમ્યાન માર મારવાનો વિવાદ થયો હતો.

SURAT : સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં ગરબા દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીના ઘર્ષણ મામલે પગલા લેવામાં આવ્યા છે. ઉમરા પોલીસ સ્ટેશનના PI કે.આઈ.મોદી અને PSIની સ્પેશ્યલ બ્રાન્ચમાં બદલી કરાઈ છે. વિદ્યાર્થીઓને માર મારનાર બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વિદ્યાર્થીઓને યુનિવર્સીટી કેમ્પસમાં ગરબા દરમ્યાન માર મારવાનો વિવાદ થયો હતો.જેના શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.. અને વિદ્યાર્થીઓ દ્વારા સતત બે દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતુ.ત્યારે આખરે પોલીસતંત્રએ જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : “આ મંદિર વેચવાનું છે”, અશાંતધારો લાગુ હોવા છતાં વર્ષોથી રહેતા લોકો ઘર-બાર વેંચવા મજબૂર બન્યા

આ પણ વાંચો : નારાયણી નમોસ્તુતે : વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યની 18 મહિલાઓનું સન્માન, જાણો આ વિશિષ્ટ મહિલાઓ વિશે

Next Video