Surat: અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાએ અંગદાન થકી 5 વ્યક્તિને આપ્યું નવજીવન

|

Nov 11, 2021 | 5:25 PM

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 410 કિડની, 174 લિવર, 8 પેન્ક્રીઆસ, 37 હૃદય, 22 ફેફસાં અને 314 ચક્ષુઓ સહિત કુલ 965 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને 884 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Surat: અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાએ અંગદાન થકી 5 વ્યક્તિને આપ્યું નવજીવન

Follow us on

સુરતના નવાપુરા ખાતે રહેતા અને જરીના (Jari) વ્યવસાય સાથે સંકળાયેલા અનિલકુમાર તેમની પત્ની મીનાક્ષીબેન સાથે મોપેડ ઉપર મહુવા ખાતે આવેલ વિઘ્નેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે બારડોલી હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત (Accident) થતાં મીનાક્ષીબેન મોપેડ પરથી નીચે પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા.

 

તાત્કાલિક તેમને બારડોલીમાં આવેલ સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની ખાનગી  હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયનની દેખરેખ હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. INS હોસ્પિટલના ડોક્ટરોએ મીનાક્ષીબેનને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મીનાક્ષીબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

મીનાક્ષીબેનના પતિ અનિલકુમારે જણાવ્યું કે મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે શરીર તો બળીને રાખ જ થઈ જવાનું છે. ત્યારે મારી પત્નીના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. તેઓને પરિવારમાં 15 વર્ષીય પુત્રી અને 13 વર્ષીય પુત્ર છે. તેમની પુત્રી અસ્મિતા ધોરણ 10માં અને પુત્ર ક્રિષ્ણા ધોરણ 8માં અભ્યાસ કરે છે.

 

 

SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. જ્યારે બંને કિડની HLA મેચિંગ પછી SOTTO દ્વારા ફાળવવામાં આવશે. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મહેસાણાના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ HLA મેચિંગ પછી SOTTO દ્વારા ફાળવેલ હોસ્પિટલમાં બે જરુરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે.

 

કિડની અને લિવર સમયસર રોડમાર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરત INS હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે કોવિડની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન 50 કિડની, 29 લિવર, 11 હૃદય, 18 ફેફસા, 1 પેન્ક્રીઆસ અને 50 ચક્ષુઓ સહીત 159 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથના દાન મેળવી દેશ અને વિદેશના કુલ 146 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

 

 

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 410 કિડની, 174 લિવર, 8 પેન્ક્રીઆસ, 37 હૃદય, 22 ફેફસાં અને 314 ચક્ષુઓ સહિત કુલ 965 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને 884 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

 

આ પણ વાંચો : Surat : પાંડેસરા બાળકી બળાત્કાર કેસમાં આરોપીને પોર્ન વિડીયો ડાઉનલોડ કરી આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરાઈ

 

આ પણ વાંચો : સુરતમાં તાપી કાંઠે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ અપાયો, 25 સ્થળોએ થશે છઠ પૂજા

Next Article