સુરત: જવેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી મહિલા સોનાનો દોરો ચોરીને ફરાર, VIDEO CCTVમાં થયો કેદ

|

Nov 11, 2019 | 8:33 AM

સુરતના સરથાણામાં જ્વેલરીના શો રૂમમાંથી એક મહિલા હાજર સ્ટાફની નજર ચૂકવી 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ ઘટના ગત 1 નવેમ્બરના રોજ બની હતી. જો કે હાલ ચોરી થઈ હોવાની જાણ થતાં સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં મહિલા ચોરી કરતા નજરે પડતા ચોરીની ફરિયાદ નોંધાવી છે.    Web Stories View […]

સુરત: જવેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી મહિલા સોનાનો દોરો ચોરીને ફરાર, VIDEO CCTVમાં થયો કેદ

Follow us on

સુરતના સરથાણામાં જ્વેલરીના શો રૂમમાંથી એક મહિલા હાજર સ્ટાફની નજર ચૂકવી 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ ઘટના ગત 1 નવેમ્બરના રોજ બની હતી. જો કે હાલ ચોરી થઈ હોવાની જાણ થતાં સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં મહિલા ચોરી કરતા નજરે પડતા ચોરીની ફરિયાદ નોંધાવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી તાપી દર્શન સોસાયટીમાં પરેશભાઈ કાળુભાઈ કથિરીયા પરિવાર સાથે રહે છે. પરેશભાઈ સરથાણા વિસ્તારમાં આવેલા સિવીલાઈઝ સર્કલ પાસે શ્રીહરી જ્વેલર્સ નામનો શો રૂમ ધરાવે છે. ત્યારે ગત 1 નવેમ્બરના રોજ તેમના શો રૂમમાં અંદાજે 35 વર્ષની મહિલા આવી હતી અને ચેઈન-પેન્ડલ બતાવવા કહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તે દરમિયાન મહિલાએ દુકાનમાં હાજર સ્ટાફની નજર ચૂકવી સોનાની ચેઈન અને પેન્ડલ ચોરી કરી લીધું હતું અને સ્ટાફને વાતોમાં રાખ્યા હતા. જ્યારે સીસીટીવી ચેક કર્યા તો આખો મામલો બહાર આવ્યો. અંદાજે 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી થઈ હોવાની જાણ હિસાબ કરતા થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેથી સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં મહિલા ચોરી કરતી નજરે પડી હતી. જેથી પરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ 30 ગ્રામ સોનાના ચેઈન-પેન્ડલની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીના આધારે સરથાણા પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article