Surat : ત્રીજી લહેર આવશે કે નહીં તે આપણા વર્તન પર નિર્ભર : સુરતના નિષ્ણાંત તબીબોનો મત
હાલ ભલે કોરોનાના કેસો ઘટી ગયા હોય પણ લોકો જે રીતે બેફિકર બનીને ફરી રહ્યા છે તે જોતા ત્રીજી લહેર આવશે કે નહીં તે આપણા વર્તન પર આધાર રાખે છે.
દેશભરમાં કોરોના ની(corona ) સંભવિત ત્રીજી લહેર અને બાળકોમાં કોરોના વેક્સીન ક્યારે આવશે તે સવાલ સૌથી વધારે ચર્ચામાં છે. દરેક કોઈ આ સવાલનો જવાબ જાણવા માંગે છે. ત્યારે અમે શહેરના જાણીતા તબીબો સાથે આ અંગે વાતચીત કરીને તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. શહેરના નિષ્ણાત તબીબોનું(Expert doctors ) કહેવું છે કે ત્રીજી લહેર ક્યારે આવશે અને તે કેટલી ઘાતક હશે તે આપણા વ્યવહાર પર નિર્ભર કરે છે.
દર્દીઓની સંખ્યા ઘટતાની સાથે જ લોકો માસ્ક વગર ફરવા લાગ્યા છે, સોશિયલ ડિસ્ટનસિંગ ભૂલી રહ્યા છે અને વારંવાર હાથ સેનિટાઇઝ કરવાનું પણ વિસરી ગયા છે. અને ત્રીજી લહેરને જાણે આમંત્રણ આપી રહ્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે. શહેરમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. સ્કૂલ, કોલેજ, બજાર,બાગ બગીચા વગેરેમાં લોકોની અવરજવર શરૂ થઇ ગઈ છે. કોરોનાના કેસો ઘટતા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે.
શહેરના જાણીતા પીડિયાટ્રિશ્યનનું કહેવું છે કે કોરોનાના દર્દીઓ હાલ ઓછહ છે. પણ ત્રીજી લહેરને આશંકાને નજર અંદાજ કરી શકાય નહીં. વાયરસમાં બદલાવ નહીં થવા પર તે વધારે ઘાતક થઇ રહ્યો છે. વાયરસ મ્યુટેશનના કારણે ત્રીજી લહેર કેટલી ઝડપથી ફેલાશે તેનું અનુમાન લગાવવું હાલ મુશ્કેલ છે. વેક્સીન નહીં લેનારા વયસ્કો અને બાળકોમાં હાલ રિસ્ક વધારે છે. વેક્સીન લેનારા થોડા પ્રોટેક્ટેડ હશે.
સ્મીમેર હોસ્પિટલના ચેસ્ટ ફીઝીશ્યનના જણાવ્યા પ્રમાણે પહેલી અને બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના સંપર્કમાં આવનારા લોકોની ઇમ્યુનીટી વધી છે. વેક્સિનેશન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ક્રિટિકલ કેયરની સુવિધા પહેલા કરતા વધારવામાં આવી છે. બીજી લહેરમાં દર્દીઓ ઝડપથી વધ્યા હતા. પણ આ વખતે બાળકોના માટે પહેલાથી વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતના જાણીતા ચેસ્ટ ફીઝીશ્યનનું કહેવું છે કે જો વાયરસનું મ્યુટેશન થાય છે તો તે વધારે ખતરનાક થઇ શકે છે. કોરોનાના મ્યુટેશન પહેલા પણ સામે આવી ચુક્યા છે. શહેરમાં હવે કોરોનના દર્દીઓ ઘટી ગયા છે. પ્રથમ ડોઝનું વેક્સિનેશન 70 ટકા કરતા વધારે પૂર્ણ થઇ ગયું છે. વેક્સીન થયા પછી પણ જો ત્રીજી લહેર આવે છે તો દર્દીઓની સંખ્યા વધશે.
આ પણ વાંચો :