Surat: ક્રિસમસ ઉજવવા હજારો થયા એકઠા, વીડિયો વાયરલ થતા, પોલીસે DJ પાર્ટીના આયોજક સામે નોંધ્યો ગુનો
વીડિયો વાયરલ થયા બાદ સુરતની ઉમરા પોલીસે DJ પાર્ટીના આયોજક સામે ગુનો નોંધ્યો છે. પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત (Surat) ના ડુમસ રોડ પર પાર્ટી પ્લોટમાં ક્રિસમસ (Christmas) નિમિત્તે યોજાયેલી એક DJ પાર્ટી (DJ party)માં નિયમ ભંગ (Breaking the rule) થયા છે. પાર્ટીમાં હજારો લોકોને એકઠા કરવામાં આવ્યા હોય તેવો વીડિયો વાયરલ (Video viral) થયો છે. વીડિયો વાયરલ થયા બાદ ઉમરા પોલીસે (Surat Police) DJ પાર્ટીના આયોજક સામે ગુનો નોંધ્યો છે.
એક તરફ રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેને લઇને સરકારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે નિયંત્રણો પણ લાધેલા છે. જો કે જનતાને તેની કઇ પડી ન હોય તેવો એક સુરતનો વીડિયો વાયરલ થયો છે.
વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે સુરતમાં ક્રિસમસની ઉજવણીમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ડુમસ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં ક્રિસમસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને કોરોનાના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સુરતની ઉમરા પોલીસે DJ પાર્ટીના આયોજક સામે ગુનો નોંધ્યો છે. પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સાબરમતી નદીની સફાઇમાં કોર્પોરેશનની બેદરકારી, નદી ઉત્સવમાં સફાઇ માટે એક જ દિવસની ફાળવણી
Latest Videos