Surat : વાવાઝોડાને પગલે ધરાશાયી થયેલા વૃક્ષોનો કરવામાં આવશે આ રીતે સદુપયોગ

|

May 21, 2021 | 1:32 PM

Surat : તાઉ તે વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સૌથી વધુ અસર થઇ છે. વાવાઝોડાને પગલે ઘણું નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે ઘણા વૃક્ષ ધરાશાયી થયા છે.

Surat : વાવાઝોડાને પગલે ધરાશાયી થયેલા વૃક્ષોનો કરવામાં આવશે આ રીતે સદુપયોગ
સુરત

Follow us on

Surat : તાઉ તે વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સૌથી વધુ અસર થઇ છે. વાવાઝોડાને પગલે ઘણું નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે ઘણા વૃક્ષ ધરાશાયી થયા છે. 300 વૃક્ષ જળમૂળથી ધરાશાયી થવાના પગલે પારાવાર નુકસાન થયું છે. પરંતુ આ વચ્ચે સુરતમાં(Surat) આ ઝાડનો અનોખો ઉપયોગ કરવામાં આવશે.

તાઉ તે વાવાઝોડાને પગલે સુરતમાં (Surat) 300થી વધુ વૃક્ષ જળમૂળથી ધરાશાયી થયા છે. પહેલા વૃક્ષો ધરાશાયી થતા ત્યારે તેનું લાકડું વેચી દેવામાં આવતું હતું. પરંતુ આ વખતે સુરતમાં ધરાશાયી થયેલા ઝાડના લાકડાના વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ધરાશાયી વૃક્ષોના લાકડાનો વિવિધ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

300થી વધુ વૃક્ષ જળમૂળથી અને 300થી વધારે ઝાડને નુકસાન થતા લગભગ 200 ટન જેટલા લાકડા ભેગા થયા છે. આ લાકડાને સ્મશાનગૃહમાં પહોંચાડવાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.નોંધનીય છે કે, કોરોના કાળમાં પણ સુરત મહાનગર પાલિકાએ 200 ટ્રકમાં અંદાજે 200 ટન લાકડા સ્મશાનગૃહમાં પહોંચાડ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હાલ વાવાઝોડાની સ્થિતિને લીધે પર્યાવરણને પારાવાર નુકશાન થયું છે. તેમાં સૌથી મોટો હિસ્સો વૃક્ષો ધરાશાયી થવાનો છે. વિવિધ સંસ્થાઓ દ્વારા હાલ આ વૃક્ષોને એકત્રિત કરીને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા છે. 800 વૃક્ષથી વધારે નુકસાન થયેલા વૃક્ષોમાંથી કેટલા ટન લાકડા નીકળશે તેનો અંદાજ હાલ માંડવામાં આવી રહ્યો છે. જોકે નાના મોટા ઝાડની સંખ્યા જોતા કુલ લાકડાનું વજન 200 ટનથી વધુ હોવાનો અંદાજ છે.

કોરોના કાળ પહેલા લાકડા યોગ્ય પ્રક્રિયા દ્વારા વેચી દેવામાં આવતા હતા. પરંતુ કોરોના કાળમાં સ્મશાનગૃહમાં 300 ટનથી વધુ લાકડા આપ્યા છે.હાલ જે મહામારી આવી છે તે લાકડા પણ સ્મશાનગૃહને આપવાનું પ્લાનિંગ પાલિકાએ કર્યું છે. કોરોનામાં મૃતદેહોને બાળવા માટે ગેસ અને લાકડાનો મોટાપાયે ઉપયોગ થયો હતો. કોરોના કાળમાં એક સમય એવો પણ આવ્યો હતો કે લાકડા પણ ખૂટી ગયા હતા. જે સ્મશાનગૃહો આખા વર્ષના લાકડાને સ્ટોર કરે છે તેના પણ 40 ટકા હિસ્સો વપરાયો હતો.

તાઉ તે વાવાઝોડાને કારણે જમીન દોસ્ત થયેલા 90% ઝાડ રોડસાઈડ કે ડિવાઈડર ના છે. સુરત મનપાના બાગ ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોડ સાઇટ પર ઉગતા મોટા વૃક્ષોનાં મૂળિયાં ઊંડે ઉતરતા ન હોવાથી પડી જાય છે. આ પહેલા પણ 24 જૂન 2015માં આવેલા તોફાની વરસાદને લીધે શહેરમાં એક જ રાતમાં 100 જેટલા ઝાડ પડી ગયા હતા.

Next Article