Surat: તહેવારોને લઈને વેપારીઓએ 70 ટકા સુધી પ્રોડક્શન કર્યું શરૂ, ઓવર પ્રોડક્શનથી રહેશે દૂર

|

Aug 25, 2021 | 8:39 PM

તહેવારોની સિઝન શરૂ થતાં બજારમાં ફરી રોનક પાછી આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જોકે હવે ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ ઓર્ડર પ્રમાણે જ કામ કરવાનું પસંદ કરી રહ્યા છે અને ઓવર પ્રોડક્શનથી બચી રહ્યા છે.

Surat: તહેવારોને લઈને વેપારીઓએ 70 ટકા સુધી પ્રોડક્શન કર્યું શરૂ, ઓવર પ્રોડક્શનથી રહેશે દૂર

Follow us on

કોરોનાનો મુશ્કેલ ભર્યો સમય શરૂ થયો ત્યારથી જ સુરતના વેપારીઓ માટે જાણે કપરા દિવસો શરૂ થયા હતા. કોરોનાના સમય દરમ્યાન લોકડાઉન અને તે પછી અનલોકમાં માર્કેટો ભલે ખુલી ગઈ હોય પણ એક્સપોર્ટ અટકી જવાના કારણે વેપારીઓએ મોટા નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. દરમ્યાન નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારને આડે પણ હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે.

 

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તહેવારોની સિઝન કાપડ માર્કેટ માટે ખુબ જ મહત્વની મનાય છે. કારણ કે આ સીઝનમાં જ અન્ય રાજ્યોમાંથી સુરતમાં કાપડ માટે ખરીદીના ઓર્ડર આવે છે. હવે ફરી એકવાર જ્યારે તહેવારોની મોસમ શરૂ થવાની છે, ત્યારે સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ તેમની પ્રોડક્શન ક્ષમતા કરતા 70 ટકા સુધીનું પ્રોડક્શન કરી રહ્યા છે.

 

કોરોનાની બીજી લહેર બાદ હવે ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓને હવે તહેવારોની સીઝન શરૂ થતાં નવી આશા દેખાઈ રહી છે. દિવાળીના તહેવાર માટે ટેક્ષટાઈલ માર્કેટની પ્રોડકટોની વધારે ડિમાન્ડ હોય છે. ત્યારે ટેક્ષટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આ બે મોટા તહેવારને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 

સુરતમાં વેપારીઓ દ્વારા કુર્તા, લહેંગા, સાડી અને ડ્રેસ મટીરીયલ્સ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ વેપારીઓને કોરોનાની ત્રીજી લહેરનો ડર હોવાથી હાલ તેઓ જરૂર પૂરતું જ પ્રોડક્શન કરી રહ્યા છે. ઓવર પ્રોડક્શનથી વેપારીઓ બચી રહ્યા છે અને ખાસ કરીને જે વેપારીઓને ઓર્ડર મળી રહ્યા છે તે પ્રમાણે માલ તૈયાર કરીને સુરત બહારના વેપારીઓને મોકલી રહ્યા છે.

 

ફોસ્ટાના પ્રમુખના જણાવ્યા પ્રમાણે હવે શહેરના વેપારીઓ દ્વારા તહેવારોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ વેપારીઓ વધારે પ્રોડક્શન નથી કરી રહ્યા. કોરોનાના કેસો ઘટતા હવે વેપારીઓને આવનારા તહેવારોને લઈને મોટી આશા છે. હાલ વેપારીઓ 70 ટકા સુધી પ્રોડક્શન કરી રહ્યા છે. આગામી દિવસોમાં સારો વેપાર મળે તેવી વેપારીઓને અપેક્ષા છે. જોકે એક વાત નક્કી છે કે હાલ કોરોનાના કેસો ઘટતા રાહત થઈ છે. પરંતુ તહેવારોની ખરીદી જોઈ વેપારીઓ ઓર્ડર તો લઈ રહ્યા છે, છતાં પણ તેઓ ઓવર પ્રોડક્શનથી બચી રહ્યા છે.

 

 

આ પણ વાંચો :Surat : સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 12 અત્યાધુનિક વેન્ટિલેટર લાવવામાં આવ્યા, ત્રીજી લહેરની સંભાવનાના ભાગરૂપે તૈયારી શરૂ

 

આ પણ વાંચો:  Surat : દેશના પાંચ રાજ્યોમાં પૂરની સ્થિતિના કારણે સુરતના કાપડ વેપારીઓ બન્યા ચિંતાતુર

Next Article