Surat: ભાવવધારા વગર કામ કરનાર કારીગરોને મારવાની ધમકી, ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા કારીગરોમાં ભય

|

Nov 17, 2021 | 7:23 PM

અહીં 500 જેટલા લુમ્સના કારખાનાઓમાં અંદાજે 30 હજાર જેટલા ઓરિસ્સાવાસી કારીગરો વર્ષોથી રોજગાર મેળવી રહ્યા છે. ત્યારે તેઓને ઉદ્દેશીને આ રીતે માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

Surat: ભાવવધારા વગર કામ કરનાર કારીગરોને મારવાની ધમકી, ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા કારીગરોમાં ભય

Follow us on

દિવાળી વેકેશન (Diwali Vacation) પૂર્ણ થવાની સાથે જ શહેરના કાપડ ઉદ્યોગમાં ફરી એકવાર ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે અંજની ઈન્ડસ્ટ્રીઝમાં વણાટના કારીગરોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ઉડિયા (Udia) ભાષામાં લખવામાં આવેલા પોસ્ટરોમાં કારીગરોને ભાવ વધારા સાથે કામ કરવાની ચીમકી આપવામાં આવી છે અને જો કારીગરો દ્વારા ભાવવધારેને સમર્થન નહીં આપે તો તેમને મારવાની પણ ચીમકી આપવામાં આવી છે.

 

 

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો

અમરોલી ખાતે આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં 500 જેટલા લુમ્સના કારખાનાઓ ધમધમી રહ્યા છે. દિવાળી વેકેશન બાદ પરત ફરી રહેલા કારીગરોને ઉદ્દેશીને આજે સવારે પોસ્ટરો લગાવવામાં આવતા કારખાનેદારોમાં ભારોભાર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ઉડિયા ભાષામાં લખવામાં આવેલા પોસ્ટરોમાં જ્યાં સુધી ભાવ વધારો નહીં આપવામાં આવે ત્યાં સુધી કારીગરોને કામ ન કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

 

આ ચીમકી આપવામાં આવી છતાં જો કોઈ કારીગર દ્વારા ભાવ વધારા વગર કામ કરવામાં આવશે તો તેને મારવાની પણ ધમકી આપવામાં આવતા કારીગરોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ કારખાનાઓના મેઈનગેટ પર ચોંટાડવામાં આવેલા આ પોસ્ટરોને કારણે લુમ્સના કારખાનેદારોને ચોક્કસ અસામાજિક તત્વો દ્વારા માહોલ બગાડવાના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

 

હાલ માત્ર અંજની ઈન્ડસ્ટ્રીઝમાં જ પ્રતિદિવસ 20થી 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને સામે લગ્નસરાની સિઝનને પગલે જો કારીગરોને આ રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેની સીધી અસર કાપડ ઉત્પાદન પર પણ જોવા મળે તેવી શક્યતાઓને પગલે વેપારીઓમાં પણ હવે આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

મોટાભાગના કારીગરો ઓરિસ્સાવાસી 

અમરોલી ખાતે આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝમાં મોટાભાગના કારીગરો ઓરિસ્સાવાસી હોવાના કારણે પોસ્ટરોમાં ઉડિયા ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં 500 જેટલા લુમ્સના કારખાનાઓમાં અંદાજે 30 હજાર જેટલા ઓરિસ્સાવાસી કારીગરો વર્ષોથી રોજગાર મેળવી રહ્યા છે. ત્યારે આ રીતે તેઓને ઉદ્દેશીને આ રીતે માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

કારખાના રહ્યા બંધ 

આજે વહેલી સવારથી એસ્ટેટમાં આવેલા કારખાનાઓ બહાર ઉડિયા ભાષામાં લખવામાં આવેલ પોસ્ટરોને કારણે કારીગરોમાં એક તબક્કે ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો અને જેને પગલે આજે ઘણા ખરા લુમ્સના કારખાનાઓ સવારથી જ બંધ રહ્યા હતા.

 

એક તરફ સામે લગ્નસરાની સીઝન છે ત્યારે આ પ્રકારે કારીગરો અને કારખાનેદારો વચ્ચે માહોલ ખરાબ કરવાના પ્રયાસને પગલે આગામી દિવસોમાં આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : Surat: બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક સેન્સ કેળવવા 10.27 કરોડના ખર્ચે તૈયાર કરાશે કિડ્સ સીટી, જાણો વિગત

 

આ પણ વાંચો : હવે બળાત્કારીઓની ખેર નથી : સુરતમાં એક મહિનામાં પાંચ કેસોમાં બળાત્કારીઓને કડક સજા ફટકારાઇ

Next Article