Surat: સુરતની આ હોસ્પિટલે 100 દીકરીઓને આપ્યા 1-1 લાખ રૂપિયાના બોન્ડ

|

Jul 26, 2021 | 12:34 PM

બેટી બચાઓ બેટી પઢાઓને પ્રોત્સાહન આપવા સુરતની એક હોસ્પિટલ દીકરીઓના જન્મ પરઆપે છે 1 લાખ રૂપિયાના બોન્ડ.

Surat: સુરતની આ હોસ્પિટલે 100 દીકરીઓને આપ્યા 1-1 લાખ રૂપિયાના બોન્ડ
Surat: This hospital in Surat is giving a bond of Rs 1-1 lakh to 100 daughters

Follow us on

Surat: સુરતની એક હોસ્પિટલ એવી પણ છે જે રત્નકલાકારો અને ગરીબ પરિવારોને મેડિકલ સહાય માટે મદદરૂપ સાબિત થઇ રહી છે. સુરતના વરાછા ચીકુવાડી વિસ્તારમાં આવેલી ડાયમંડ હોસ્પિટલ દ્વારા દીકરીના જન્મને વધાવવા માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં દીકરીના જન્મ પર અને બીજી દીકરીના પણ જન્મ થવા પર તેમને મેચ્યોરિટી પર એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.

આજે બેટી બચાવો બેટી  પઢાઓની વાતો તો ઘણી થાય છે પણ તેને પ્રોત્સાહન આપવા માટે સરકાર તો ઠીક પણ સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને આવી હોસ્પિટલો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. સુરતની ડાયમંડ હોસ્પિટલ દ્વારા પણ આવા જ ઉમદા પ્રયાસને હાથ ધરવામાં આવ્યો છે. જે આયોજિત એક કાર્યક્રમમાં 100 દીકરીઓને બોન્ડ સોંપવામાં આવ્યા હતા. 2014માં આ હોસ્પિટલનું નિર્માણ થયું હતું અને સમાજના અગ્રણીઓ અને દાતાઓના સહયોગથી બેટી બચાવોના અભિયાન માટે દીકરીઓને બોન્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

ત્યારથી લઈને અત્યારસુધી આવી 2 હજાર જેટલી દીકરીઓને બોન્ડ આપવામાં આવ્યા છે. કોરોના મહામારીના કારણે બે વર્ષથી દીકરીઓને બોન્ડ આપવાની કામગીરી થઇ શકી નહોતી. આવા કુલ 500 બોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેનું વિતરણ આવનારા દિવસોમાં કરવામાં આવશે. સમારોહમાં 10 દીકરીઓને સ્ટેજ પર બોલાવીને તેમને બોન્ડ આપવામાં આવ્યા હતા. બાકીના બોન્ડ દીકરીઓના ઘર સુધી પહોંચાડવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બોન્ડ વિતરણ કાર્યક્રમમાં પ્રભાવિત થઈને સુરતના જ એક સામાજિક અગ્રણી દ્વારા હોસ્પિટલ અને દીકરીઓ માટે 25 લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું. સમારોહમાં મેયર હેમાલીબેન બોઘાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે  પણ હોસ્પિટલના આ પ્રયાસને વધાવી લીધો હતો. દીકરીના જન્મ સમયે આપવામાં આવનાર બોન્ડ દીકરી 20 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયાની રકમ મળવાપાત્ર થતી હતી પરંતુ હવે બેકના વ્યાજના દર ઘટવાને કારણે હવે દીકરી 25 વર્ષની થાય ત્યારે તે રકમ મળવાપાત્ર થશે.

દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે સુરતની આ હોસ્પિટલ દ્વારા ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને છેલ્લા 7 વર્ષથી અવિરત રાખવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ ઘણા ગરીબ અને રત્નકલાકારોના પરિવારોએ લીધો છે.

Published On - 12:27 pm, Mon, 26 July 21

Next Article