Surat: ‘શો શુરૂ કિયા જાયે’ આજથી 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખુલતા સિનેમા સંચાલકોને દિવાળી સુધરવાની આશા

|

Oct 30, 2021 | 4:58 PM

પહેલા 60 ટકા કેપેસીટી સાથે થિયેટરો ખોલવાની છૂટ આપી હતી. પરંતુ નબળી ફિલ્મોને લીધે પ્રેક્ષકો નહીં મળતા થિયેટર માલિકો અને ડિસ્ટ્રીબ્યુટર્સને 200 કરોડથી વધુના નુકશાનનો અંદાજો છે.

Surat: શો શુરૂ કિયા જાયે આજથી 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખુલતા સિનેમા સંચાલકોને દિવાળી સુધરવાની આશા

Follow us on

સામી દિવાળીએ થિયેટરો (Theaters) 100 ટકા ક્ષમતા સાથે ખોલવાની પરવાનગી મળી જતા થિયેટર સંચાલકોની દિવાળી (Diwali) સુધરી છે. ગુજરાત સરકારે સુરત સહિત રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ અંકુશમાં હોવાથી રાત્રી કર્ફ્યુની સમય મર્યાદા ઘટાડી છે. આથી હવે સિનેમા ઘરોમાં નાઈટ શો ચાલી શકશે. રાજ્ય સરકારના જાહેરનામા પ્રમાણે તહેવારોની સિઝનને જોતા એન્ટરટેઈન્મેન્ટ ઉદ્યોગને રાહત આપવા 20 ઓક્ટોબરથી 100 ટકા પ્રેક્ષકો સાથે ખોલવાની મંજૂરી આપી છે.

 

પહેલા 60 ટકા કેપેસીટી સાથે થિયેટરો ખોલવાની છૂટ આપી હતી. પરંતુ નબળી ફિલ્મોને લીધે પ્રેક્ષકો નહીં મળતા થિયેટર માલિકો અને ડિસ્ટ્રીબ્યુટર્સને 200 કરોડથી વધુના નુકશાનનો અંદાજો છે. સુરતમાં સરેરાશ 60થી વધુ સ્ક્રીન પર એક ડઝનથી વધુ મલ્ટીપ્લેક્સ કાર્યરત છે. પ્રેક્ષકો નહીં મળતા થિયેટરમાં દર્શાવતી જાહેરાત, ફૂડ કોર્ટ સહિતને મોટું નુકશાન થયું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

મલ્ટીપ્લેક્સ સંચાલકોના જણાવ્યા પ્રમાણે દિવાળી વેકેશન દરમ્યાન નવી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં 100 ટકા પ્રેક્ષકો બેસાડવાની છૂટ ઈન્ડસ્ટ્રીને મળતા મોટી રાહત રહેશે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરો અને મલ્ટીપ્લેક્સ સંચાલકો અને થિયેટરમાલિકોની સૌથી મોટી ચિંતા એ છે કે પ્રેક્ષકો થિયેટરમાં મુવી જોવા આવી રહ્યા નથી. વીતેલા મહિનાઓમાં માંડ 30 ટકા જેટલા પ્રેક્ષકો સાથે સિનેમાઘરો ચાલ્યા હતા.

 

 

હવે દિવાળી વેકેશન દરમ્યાન 5 નવેમ્બરે અક્ષયકુમાર, અજય દેવગણ, રણવીરસિંહ, જેકી શ્રોફ અને કેટરીના કેફ, ગુલશન ગ્રોવર, અનુપમ ખેર અભિનીત મલ્ટી સ્ટારર ફિલ્મ સૂર્યવંશીને લઈને સારી સંભાવના જોવાઈ રહી છે. એ પછી 19 નવેમ્બરે બંટી બબલી-2, 25મીએ સત્યમેવ જયતે અને 26મીએ સલમાનખાન અભિનિત ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં પ્રદર્શિત થશે.

 

આ ફિલ્મોને પ્રેક્ષકો કેવો પ્રતિસાદ આપે છે, તેના આધારે થિયેટર ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય નક્કી થશે. કારણ કે OTT પ્લેટફોર્મ થિયેટરોને મોટી સ્પર્ધા આપી રહ્યું છે. સુરતની વાત કરીએ તો સુરતની સિનેમા ઈન્ડસ્ટ્રીને 200 કરોડથી વધારેનું નુકશાન ગયું હતું. 15 માર્ચ 2020 બાદ 595 દિવસ પછી 30 નવેમ્બરના રોજ 100 ટકા કેપેસીટી સાથે થિયેટરો ખુલી રહ્યા છે.

 

શહેરના મલ્ટીપ્લેક્સ સંચાલક જણાવે છે કે સરકાર દ્વારા સિનેમા હોલ 60 ટકા કેપેસીટી સાથે ખોલવા માટે પરવાનગી આપી હતી. પરંતુ ફિલ્મો સારી ન હોવાના કારણે લોકો ફિલ્મો જોવા આવતા ન હતા. પરંતુ હવે મોટી ફિલ્મો બેક ટુ બેક રિલીઝ થશે એટલે લોકો થિયેટરોમાં ફિલ્મો જોવા આવશે.

 

 

આ પણ વાંચો : Surat : દોઢ વર્ષ પછી શારજાહની ફ્લાઇટ ઓપરેટ થશે, દિવાળીને કારણે એરફેર રૂ. 8 હજારથી વધીને રૂ.22 હજાર થયું

 

આ પણ વાંચો : Surat : એન્જીનીયરીંગનો અભ્યાસ અધવચ્ચે છોડી વરાછાના યુવાને મરચાની ખેતીથી મેળવી લાખોની આવક

Next Article