Surat: કોરોનાની બીજી લહેર ઓસરવાની શરૂઆત, ત્રીજી લહેર માટે સુરત મનપાની તૈયારી શરૂ

|

May 22, 2021 | 11:18 AM

સુરત(Surat)  શહેરમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે અને રિકવરી રેટ વધી રહ્યો છે. 108 માં એક સમયે 339 કોલ્સ આવતા હતા અને હાલમાં 95 જેટલા કોલ્સ આવે છે. 104 હેલ્પલાઇન પર પણ હવે સરેરાશ 32 જ કોલ્સ આવી રહ્યા છે.

Surat:  કોરોનાની બીજી લહેર ઓસરવાની શરૂઆત, ત્રીજી લહેર માટે સુરત મનપાની તૈયારી શરૂ
સુરત

Follow us on

સુરત (Surat)  શહેરમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે અને રિકવરી રેટ વધી રહ્યો છે. 108 માં એક સમયે 339 કોલ્સ આવતા હતા અને હાલમાં 95 જેટલા કોલ્સ આવે છે. 104 હેલ્પલાઇન પર પણ હવે સરેરાશ 32 જ કોલ્સ આવી રહ્યા છે.

સુરતમાં પોઝિટિવિટી રેટ ઘટીને ત્રણ ટકા થઇ જતાં અને કોરોનાની સંભવીત ત્રીજી લહેરને જોતા સુરત મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે. શહેરમાં કોરોના ની બીજી લહેર આવતાં યુ.કે. વેરિયન્ટ, આફ્રિકન વેરિયન્ટ, ડબલ મ્યુટેનના કારણે શહેરની સ્થિતિ એપ્રિલ મહિનામાં ખૂબ જ ખરાબ થઈ હતી.

14 એપ્રિલથી જે સ્થિતિ હતી જેમાં આજે રાહતજનક સુધારો થઇ રહ્યો છે. પ્રથમ લહેરમાં સુરતમાં 231 વેન્ટિલેટર હતા તેની સંખ્યા વધીને 1200 સુધી કરવામાં આવી છે. ઓક્સિજનના 1600 બેડ હતા તે વધારીને 5600 કરવામાં આવ્યા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

જોકે થર્ડ વેવ માટે સુરત મહાનગર પાલિકાએ અગમચેતીના ભાગરૂપે તૈયારી કરી દીધી છે. હાલ સુરત સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે પરંતુ ત્રીજી લહેર કેવી હશે તે કહેવું હાલ શક્ય નથી.

આ માટે નિષ્ણાંતો પાસેથી વિગતો મેળવવામાં આવી છે. થર્ડ વેવ જેમાં અલગ વેરિએન્ટ બની શકે છે તેથી વિદેશની યુનિવર્સિટી સાથે પણ વાત કરશે. થર્ડ વેવમાં બાળકો માટે વેક્સિનેશન ઉપલબ્ધ નથી. આ માટે એક વિષય તૈયાર કરાઈ રહ્યો છે. તેમાં બાળકો અને માતા-પિતાને કોરોનાથી કેવી રીતે બચાવી શકાય તેની વિગતો આપવામાં આવશે.

થર્ડ વેવમાં પીડિયાટ્રિક પ્લાનિંગ કરવામાં આવશે, ઓક્સિજન કેપેસિટી વધારવામાં આવશે, મોનીટરીંગ સિસ્ટમ અને મેન પાવર પણ વધારવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.

Published On - 4:54 pm, Mon, 10 May 21

Next Article