Surat : ફ્રીમાં 1 લીટર તેલની સ્કીમ કામ કરી ગઈ, સુરતમાં ચાર દિવસમાં દોઢ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો

|

Nov 30, 2021 | 1:03 PM

જેમણે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો નહીં તેની સામે સ્થાનિક એનજીઓ દ્વારા પાલિકાને બે લાખ લિટરનો જથ્થો આપવામાં આવ્યો હતો. જોકે આ સ્કીમને સારો પ્રતિસાદ મળતા દોઢ લાખ જેટલા તેલના પાઉચ પૂર્ણ પણ થઇ ગયા છે.

Surat : ફ્રીમાં 1 લીટર તેલની સ્કીમ કામ કરી ગઈ, સુરતમાં ચાર દિવસમાં દોઢ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો
SMC's New Scheme for vaccine

Follow us on

શહેરમાં લોકોએ જે ઝડપથી કોરોના વેક્સિનનો(Corona Vaccine ) પ્રથમ ડોઝ લીધો હતો, તેટલી ઉતાવળ બીજા ડોઝમાં (Second doze )દેખાતી નથી. પરંતુ બીજા ડોઝ લેવામાં લોકોની ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે. પહેલો ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકાને 109.76 ટકા સિદ્ધિ મળી હતી. અને બીજા ડોઝ માટે પણ નોક ઘી ડોર કેમપેઇન હાથ ધર્યું હતું. પરંતુ તેને જોઈએ તેટલી સફળતા મળી ન હતી.

જેથી થોડા દિવસો પહેલા એક એનજીઓ સાથે મળીને સુરત મહાનગરપાલિકાએ વેક્સિનનો બીજો ડોઝ લેનારા માટે નવી સ્કીમ કાઢી હતી. જે હેઠળ બીજા ડોઝ લેનારાઓને એક લીટર ખાદ્ય તેલ ફ્રી માં આપવાનું નક્કી થયું હતું. આ જાહેરાત સ્થાનિક એનજીઓ સાથે મળીને કરવામાં આવી હતી. જોકે આ જાહેરાતની અસર અને પરિણામ પણ જોવા મળ્યું હતું.  આ જાહેરાત  દિવસમાં દોઢ લાખથી વધારે લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. અને વેક્સીન લઈને વિનામૂલ્યે તેલની ઓફરને પણ સ્વીકારી છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ છ લાખ લોકો એવા હતા કે જેઓએ પહેલો ડોઝ લીધો હોય અને 84 દિવસ પૂર્ણ થઇ જવા છતાં વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. આવા લોકોને બીજા ડોઝ માટે પ્રોત્સાહિત કરવા માટે પાલિકાએ અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી. પાલિકાએ સેવાભાવી સંસ્થા સાથે બીજો ડોઝ લેનાર વ્યક્તિને એક લીટર તેલ આપવાનું નક્કી કર્યું હતું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

અને આ જાહેરાતને આ મોંઘવારીના સમયમાં લોકોએ વધાવી લીધી છે. જેના કારણે બીજો ડોઝ લેવામાં થોડી ઝડપ ચોક્કસથી જોવા મળી રહી છે. રવિવારે રજાના દિવસે પણ 19 હજાર જેટલા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. હાલ કુલ 30,99,030 લોકોમાંથી 24,75,163 લોકો એટલે કે 79.87 ટકા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. અને બદલામાં સુરત મહાનગરપાલિકા દોઢ લાખ તેલના પાઉચ પણ આપ્યા છે.

નોંધનીય છે કે સુરતમાં છ લાખ જેટલા લોકો એવા હતા જેમણે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો નહીં તેની સામે સ્થાનિક એનજીઓ દ્વારા પાલિકાને બે લાખ લિટરનો જથ્થો આપવામાં આવ્યો હતો. જોકે આ સ્કીમને સારો પ્રતિસાદ મળતા દોઢ લાખ જેટલા તેલના પાઉચ પૂર્ણ પણ થઇ ગયા છે. જોવાનું એ રહેશે કે આ સ્કીમ હવે વહેલા તે પહેલાના ધોરણે જાહેર કરવામાં આવી હતી, આવનારા દિવસોમાં તેલનો જથ્થો પૂર્ણ થવાનો હોય લોકોમાં વેક્સિનેશન માટે ઝડપ આવશે તે નક્કી છે.

 

આ પણ વાંચો : Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

 

આ પણ વાંચો : Surat : વિન્ટર સીઝનમાં યુરોપિયન દેશોમાં કોલસાની માગમાં વધારો, ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થતા પ્રોસેસર્સની હાલત કફોડી

Next Article