ચાલુ વર્ષે આગામી તા .28 મી માર્ચથી બોર્ડની (Board )ધો .10 અને ધો .12 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ (Students ) હાલ અનેક પ્રકારની સાઇકોલોજિકલ સમસ્યાઓથી પીડાય રહ્યા છે. આ વર્ષના બેચના વિદ્યાર્થીઓને વધુ સમસ્યા એટલા માટે નડી રહી છે કેમકે તેઓ છેલ્લા બે વર્ષથી કોરોના પેન્ડેમિકના કારણે ઓનલાઇન જ ભણ્યા છે અને કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે.
પરીક્ષાને હવે માંડ 17 દિવસ બાકી રહ્યા છે ત્યારે શાળાઓ , કોચિંગ ક્લાસીસો કે પ્રાઇવેટ ટ્યુશન અથવા તો ઘરે મહેનત કરતા બોર્ડના વિદ્યાર્થીઓ પેપર રાઇટિંગ પ્રેક્ટીસ પર ભાર મૂકી રહ્યા છે. શહેરના પાલ વિસ્તારની જાણીતી સ્કુલના શિક્ષક વિજયભાઇ રોહિતના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી આ વિદ્યાર્થીઓ ઓફલાઇન ભણ્યા છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે હવે તેઓને પરીક્ષા ઓફલાઇન આપવાની છે.
શહેરના કતારગામ વિસ્તારની સ્કુલના આચાર્યે જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણની એવી ટેવ વિદ્યાર્થીઓને પડી ગઈ છે કે ધો .10 ના મોટા ભાગના વિદ્યાર્થીઓને જ્યારે ઓરલ ટેસ્ટ લઇએ ત્યારે બધું જ આવડતું હોય છે પરંતુ , જ્યારે તેમને પ્રીલીમનરી પરીક્ષા સહિતની પરીક્ષામાં એ જ સવાલોના જવાબો લખવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ અડધા જવાબો લખી શક્યા ન હતા. એ એક સાઇકોલિજિકલ ઇફેક્ટ થઇ છે અને સ્કુલે મનોચિકિત્સકની સલાહ પણ લેવી પડી છે કેમકે 60 ટકાથી વધુ વિદ્યાર્થીઓ આ સમસ્યાથી પીડાય રહ્યા છે.
આગામી બોર્ડની પરીક્ષા આપી રહેલા બોર્ડના તમામ વિદ્યાર્થીઓએ હવે પછીની તૈયારીમાં શું કરવું જોઇએ એ અંગે નિષ્ણાંતો સાથે થયેલી વાતચીતમાં એક વાત સપાટી પર એ આવી કે તમામ એક્સપર્ટસે એક કોમન વાત એ કરી કે વિદ્યાર્થીઓ બે વર્ષથી ભલે ઓનલાઇન જ ભણ્યા હવે બોર્ડની પરીક્ષા ઓફલાઇન નથી. ભલે એ ધો 10 માં હોય કે આપવાની છે ત્યારે તેમણે પેપર રાઇટીંગ પ્રેક્ટીસ જ કરવી જોઇએ. પરીક્ષા પહેલા શક્ય હોય તો દરેક વિષયના પાંચ પેપરો આપીને તેની ચકાસણી ન્યૂટરલ શિક્ષક પાસે કરાવવી જોઇએ . આવું કરવાથી રિપીટેડ મિસ્ટેક્સ , સિલીમિસ્ટેક્સ તેમજ લખાણ્ ક્ષમતા જાણી શકાશે.
આ પણ વાંચો : Gandhinagar: સત્યાગ્રહ છાવણી ખાતે ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓનું આંદોલન
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો