સુરત: આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશને આજે 54મી ઈન્ટરસેપટર બોટ C454 સમર્પિત કરવામાં આવી

સુરત: આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશને આજે 54મી ઈન્ટરસેપટર બોટ C454 સમર્પિત કરવામાં આવી

આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશને આજે 54મુ ઈન્ટરસેપટર બોટ C454 સમર્પિત કરવામાં આવ્યુ છે.

Kunjan Shukal

|

Dec 15, 2020 | 7:47 PM

આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશને આજે 54મુ ઈન્ટરસેપટર બોટ C454 સમર્પિત કરવામાં આવ્યુ છે. સુરતના હજીરા ખાતે L&T કંપની દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત ઈન્ટરસેપટર બોટ બનાવવામાં આવી રહી છે અને આ બોટ સમુદ્રમાં ભારતીય તટરક્ષક દળને ખુબ જ ઉપયોગી નીવડી રહ્યું છે. ભૂતકાળમાં સમુદ્રમાં ચોક્કસ પેટ્રોલિંગના કારણે નશાકારક દ્રવ્યોના સ્મગલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તે આજ ઈન્ટરસેપટર બોટના કારણે શક્ય બન્યું છે. મુંબઈ 26/11 હુમલામાં કુબેર બોટ મારફત આતંકીઓ મુંબઈ સુધી પહોંચી ગયા હતા અને પોતાના મનસૂબાને પાર પાડવામાં સફળ રહ્યા હતા.

Surat: The 54th Interceptor Boat C454 dedicated to the Indian Coast Guard

ત્યારબાદ ડિફેન્સ વિભાગ દ્વારા સુરતની L&T કંપનીને ઈન્ટરસેપટર બોટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને તે પૈકી C454 ઈન્ટરસેપટર બોટ દેશને સમર્પિત કરવામાં આવી છે. આ બોટ 80 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડથી સમુદ્રમાં દોડશે. આ બોટને પાકિસ્તાન બોર્ડરથી 80 માઈલ દૂર જખૌમાં તૈનાત કરવામાં આવનાર છે. ત્યારે દુશ્મનોના દાંત ખાટા કરવા માટે આ ઈન્ટરસેપટર બોટ કારગર નીવડશે, સમુદ્રમાં ચાલતી પ્રતિબંધિત ગતિવિધિઓને રોકવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જે આ ઈન્ટરસેપટર બોટમાં કામગીરી કરશે. આ બોટના કેપ્ટન મોહહમદ દાનીશને રાખવામાં આવ્યા છે, તેમની સાથે 11 શૈલર બોટમાં હાજર રહી કામ કરશે.

Surat: The 54th Interceptor Boat C454 dedicated to the Indian Coast Guard

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના નોર્થ વેસ્ટના કમાન્ડર રાકેશ પાલે મહત્વની જાણકારી આપી હતી, સાથોસાથ ઈન્ટરસેપટર બોટના કેપ્ટન મોહહમદ દાનીશે આ બોટ પર તૈનાતી થતાં ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડને સમર્પિત કરવામાં આવેલ બોટ ખુબ જ ઉપયોગી છે, સમુદ્રમાં થતાં તમામ પ્રતિબંધિત ગતિવિધિઓ પર રોક લગાવી શકાશે. કોસ્ટલ વિસ્તારમાંથી ડ્રગ્સ માફિયા, એન્ટી નેશનલ એલિમેન્ટ, સ્મગલર પ્રવેશ કરવા માંગે છે, પરંતુ આ તમામની યોજનાને સ્વદેશી કંપની મેસર્સ એલ એન્ડ ટી જેટ્ટી, હજીરા (સુરત) દ્વારા તૈયાર ઈન્ટરસેપ્ટર બોટ C-454 નિષ્ફળ બનાવે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMTSની બસોમાં કોરોનાના નિયમોના ધજાગરા, સોશિયલ ડિસ્ટન્સના નામે શૂન્ય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati