Surat: સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા તોફાન પીડિતો માટે 2000 કીટ ઉના મોકલવામાં આવી

|

May 24, 2021 | 11:15 PM

સ્વાભિમાનથી જીવવાવાળી સૌરાષ્ટ્રની જનતા માટે સુરત શહેરે તન, મન અને ધનથી મદદ કરી છે. સુરત શહેર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે તોફાન પીડિતો માટે 2000 કીટ મોકલાવી છે.

Surat: સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા તોફાન પીડિતો માટે 2000 કીટ ઉના મોકલવામાં આવી

Follow us on

Surat: કુદરતને સમજવી મુશ્કેલ છે. કોરોના (Corona Viurs)એ જ્યાં લોકોની આર્થિક રીતે કમર તોડી નાખી છે, ત્યાં તાઉ તે વાવાઝોડા (Tauktae Cyclone)એ પણ ઘણી તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે ખેડૂત અને ગરીબ પરિવારો ખૂબ જ પ્રભાવિત થયા છે. સ્વાભિમાનથી જીવવાવાળી સૌરાષ્ટ્રની જનતા માટે સુરત શહેરે તન, મન અને ધનથી મદદ કરી છે. સુરત શહેર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે તોફાન પીડિતો માટે 2000 કીટ મોકલાવી છે.

 

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સુરત સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ રાજકોટ સંસ્થામાંથી કોરોના પીડિતોની સેવા ચાલી રહી છે. સાથે જ ગુરુકુળ અધ્યક્ષ સદુરવર્ય મહંત સ્વામી દેવ દાસજી સ્વામીની પ્રેરણાથી અમરેલી જિલ્લાના રાજકોટ અને તરવડા ગુરુકુળ દ્વારા પણ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે સેવા શરૂ કરવામાં આવી છે. ઉના આનંદ ગઢમાં રાજકોટ ગુરુકુળની એક શાખા સ્વામિનારાયણ ગુરુકુળ વાવાઝોડાથી ખુબ અસરગ્રસ્ત થઈ છે.

 

 

જોકે ત્યાં રહેલા સંત હરિવાદદાસજી સ્વામી, કેશવ પ્રિયદાસજી સ્વામીની અને સર્વજ્ઞ સ્વામી લોકોની મદદ કરી રહ્યા છે. નીલકંઠ ધામ પોઈચા હરિકૃષ્ણદાસજી સ્વામી, કલ્યાણદાસજી સ્વામી યુવાનોની ટીમ સાથે 24મી મેના રોજ પહોંચીને જન સેવા કરી રહ્યા છે. તેવામાં સુરત સ્વામિનારાયણ ગુરુકુળ સમર્પિત યુવાઓ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે ઘઉંનો લોટ, તેલ, ખાંડ, દાળ, તુવેર દાળ, મગ દાલ વગેરે આવશ્યક વસ્તુ સાથેની કીટ લઈને એક ટીમને મોકલી છે.

 

આ અવસર પર સદ્ગુરુ પુરાણી ધર્મવલ્લભ દાસજી સ્વામી અને ટ્રસ્ટના અધ્યક્ષ હિતેશભાઈ લાલજીભાઈ પટેલ ઉગામેડી, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ રાખોલીયા, હિતેશ હપાની, શૈલેષ ગોટી, ઈશ્વર ધોળકિયા, મેહુલ સુતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટના સુરતના કાર્યકર્તાઓ લાલજીભાઈ તોરી, ભગવાનજી કાકડીયા અને કમલેશભાઈ કુંભાણીના માર્ગદર્શનમાં 40 સ્વયંસેવકો અને સંતો દ્વારા 2000 ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: અમદાવાદ : GUJCTOC હેઠળ વિરમગામમાંથી ફ્રેક્ચર ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ, ફ્રેક્ચર ગેંગની 43 ગુનાઓમાં સંડોવણી

Next Article