Surat : સુરતી યુવાનોએ બનાવ્યું મેઇડ ઈન ઇન્ડિયા રોકેટ, નામ આપ્યું “કલામ”

|

Nov 09, 2021 | 3:28 PM

આ પ્રોજેક્ટને નાસા અને ઇસરો સહિત અન્ય સંસ્થાઓ તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. સંપૂર્ણ મેડ ઈન ઇન્ડિયા એવા આ રોકેટને કલામ નામ આપવામાં આવ્યું છે.

Surat : સુરતી યુવાનોએ બનાવ્યું મેઇડ ઈન ઇન્ડિયા રોકેટ, નામ આપ્યું કલામ
Surat: Surat youth builds Made in India rocket, named "Kalam"

Follow us on

જો વ્યક્તિમાં જુસ્સો અને કઈંક કરી છૂટવાનું ઝુનૂન હોય તો તેના માટે કોઈ વસ્તુ મુશ્કેલ નથી.અને આ જ જુસ્સા સાથે સુરતના યુવાનો (Surat )પણ આવું જ કંઈક કરવા જઈ રહ્યા છે. યુવાનોનું આ ગ્રુપ સુરતી રોકેટથી અવકાશની યાત્રામાં દેશ અને દુનિયાના ઉપગ્રહો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. સંપૂર્ણ મેડ ઈન ઇન્ડિયા(Made In India ) એવા આ રોકેટને કલામ નામ આપવામાં આવ્યું છે.

સુરત હંમેશા ખાણીપીણી માટે પ્રખ્યાત રહ્યું છે.પરંતુ તેના સિવાય પણ ઘણી અન્ય બાબતો માં પણ સુરત હમેંશા અગ્રસેર રહ્યું છે. એટલે જ તો ટેક્સટાઇલ અને ડાયમંડ બિઝનેસમાં પોતાનું સ્થાન બનાવનાર સુરત હવે સ્પેસ એન્જિનિયરિંગમાં પણ પોતાનું અલગ સ્થાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સુરત ની એક સ્ટાર્ટઅપ કંપની અંતરિક્ષમાં સુરતી રોકેટ મોકલવાની દિશામાં કામ કરી રહી છે. આ રોકેટ એટલા માટે પણ ખાસ છે કારણ કે અંતરિક્ષમાં ઉપગ્રહ લઇ જવાની સાથે તે ઉપગ્રહને પૃથ્વી પર પાછો લાવશે.

સુરતના યુવાનો એ કોલેજ થી નાના નાના પ્રોજેકટ થકી રોકેટ બનાવાની શરૂઆત કરી હતી અને આજે એક ક્લબથી શરૂ થયેલી ઝુંબેશ અંતરિક્ષમાં ઉપગ્રહો મોકલવા માટે ઘણી આગળ વધી છે. આ અભિયાનમાં નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકોનો સહયોગ મળી રહ્યો છે.આ સાથે શૈક્ષણિક સપોર્ટ ગ્રુપ પણ ઇસરો પાસેથી મેળવી રહ્યું છે.સની , મયંક, રોહન, આશુતોષ, સાહિલ અને હર્ષ સહિત દેશભરના ઘણા યુવાનો ઓનલાઈન આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ અભિયાન સાથે સંકળાયેલા સની કાબરાવાલાએ કહ્યું હતું કે, કોલેજ ના બીજા વર્ષ માં એન્જીનીયરિંગ દરમિયાન 2015 માં ક્લબ તરીકે શરૂ થયું હતું. 2018 માં તેઓએ એક કંપની બનાવીને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.તેમની  ક્લબ અને કંપનીએ અત્યાર સુધીમાં 60 થી વધુ નાના રોકેટ લોન્ચ કર્યા છે. આમાંથી સૌથી મોટા રોકેટ ફક્ત એક કિલોમીટર સુધી ગયા હતા. આ પ્રથમવાર  છે જ્યારે અવકાશમાં આ રોકેટ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગ્રુપના સભ્યોના જણાવ્યા અનુસાર આ મિશન ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થશે અને વર્ષ 2023 માં રોકેટને અવકાશમાં મોકલવું શક્ય બનશે.

આ રોકેટની ઊંચાઈ 8 મીટર છે અને તેને દક્ષિણ ભારતથી લોન્ચ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ આ રોકેટ માટે કેનેડાની સ્પેસ કંપની સાથે કરાર કર્યો છે. તેમણે આ સેટેલાઈટ ડેવલપ કર્યું છે જેથી વિદ્યાર્થીઓ આ સેટેલાઈટ તેમના માટે લોન્ચ કરશે તેમજ આ સેટેલાઈટ બાળકો માટે પણ ખાસ ઉપયોગી રહેશે. રોકેટમાંથી એક સાથે 20 કિલો વજનના એક અથવા અનેક ઉપગ્રહો મોકલી શકાય છે. અત્યારે આ પ્રોજેક્ટ માત્ર સંશોધન તબક્કે છે, પરંતુ કંપનીને કેનેડાની એક કંપની દ્વારા તેના ઉપગ્રહને અવકાશમાં લઈ જવા માટે કરાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : SURAT : ભેસ્તાનમાં સ્થાનિકોએ ગેરસમજને કારણે કોર્પોરેશનના વાહનોની તોડફોડ કરી, ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો : Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Next Article