Surat : સુરત મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક વાહનો માટે આગામી પાંચ વર્ષમાં 500 ચાર્જિંગ સ્ટેશન બનાવશે
સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર 500 ચાર્જિંગ સ્ટેશનો આખા શહેરમાં બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર (government )દ્વારા પેટ્રોલ, ડીઝલ સહિતના ઇંધણ ઉપરની નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણમાંથી પ્રદુષણ(pollution ) ઓછું કરવા માટે વધુ ને વધુ ઈલેકટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેમાં પહેલ કરીને ગુજરાત સરકારે ઈ વાહનો ખરીદવા ઉપર 30 ટકા સબીસીડી આપવાનું પણ શરૂ કર્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર 500 ચાર્જિંગ સ્ટેશનો આખા શહેરમાં બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા સરકારની ગ્રાન્ટમાંથી 200 જયારે પીપીપી ધોરણે 300 જેટલા ચાર્જિંગ પોઇન્ટ બનાવવા માટે આયોજન કરી રહી છે.
સુરત મહાનરગપાલિકાના દરેક ઝોનમાં ઓછામાં ઓછા 50 જેટલા ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનું આયોજન છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવા અંગે નિર્ણય કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં પાલિકાએ સરકારની ગ્રાન્ટની મદદથી 200 અને પીપીપી ધોરણ પર 300 ચાર્જિંગ સ્ટેશન કે ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરવા માટે આયોજન કર્યું છે.
ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ માટે એક ચાર્જિંગ સ્ટેશન દીઠ 30 લાખનો અંદાજિત ખર્ચ થશે. જેમાં મહાનગરપાલિકા જે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે તેને સરકારની 70 ટકા ગ્રાન્ટ મળશે. સુરતમાં પીપીપી ધોરણે જે લોકો ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે ઈચ્છા રાખતા હોટ તેઓ પાસે 250 ચોરસ મીટર કે તેથી વધુ જગ્યાની જરૂર રહેશે. જે લોકો ખાનગી ધોરણે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા ઇચ્છતા હોય તેઓ અને વીજ કંપની વચ્ચે મનપા તંત્ર નોડલ અધિકારીની ભૂમિકા ભજવશે.
જે રીતે પાલિકાએ સોલાર રૂફટોપ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી છે, તે જ રીતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે પણ કામગીરી કરવામાં આવશે. પાલિકા પોતે 200200 જેટલા ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે જેમાં રાજ્ય સરકારે પાલિકાને 70 ટકા સબીસીડી પણ આપી દીધી છે. આ સબીસીડી મળી ગઈ હોવાથી પાલિકા દરેક ઝોનમાં 50 ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેની કામગીરી કરશે.
સુરત મહાનરગપાલિકા દ્વારા હાલમાં ચાર્જિંગ સ્ટેશન કે પોઇન્ટ બનાવવા માટે લોકેશન નક્કી કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં સુરત દરેક વિસ્તારમાં પાલિકાના અને ખાનગી ચાર્જિંગ પોઇન્ટ જોવા મળશે. નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને કારણે શહેરીજનોનો ઝુકાવ હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધી રહ્યો છે. ત્યારે સમય સંજોગો જોતા હવે પાલિકા દ્વારા ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : એર ઇન્ડિયાના કર્મચારીઓને મળી ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ, યુનિયનોએ આપી હડતાલની ચેતવણી