Surat : મ્યુકર માઇકોસીસ સામે લડવા સજ્જ, સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ અને ઓપરેશન થિયેટર ઉભા કરાયા

|

May 10, 2021 | 11:05 AM

સુરત (Surat) સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ દરમિયાન એક નવી બીમારી મ્યુકર માઇકોસીસ સામે આવી છે. જેનાથી દર્દીઓને સારવાર મળી રહે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ અને ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. સાથે જ ડોક્ટરોની એક ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

Surat : મ્યુકર માઇકોસીસ સામે લડવા સજ્જ, સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ અને ઓપરેશન થિયેટર ઉભા કરાયા
સુરત સિવિલ હોસ્પિટલ

Follow us on

સુરત (Surat) સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ દરમિયાન એક નવી બીમારી મ્યુકર માઇકોસીસ સામે આવી છે. જેનાથી દર્દીઓને સારવાર મળી રહે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ અને ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. સાથે જ ડોક્ટરોની એક ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

હાલમાં આ બીમારીમાં સિવિલ હોસ્પિટલમાં બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ બીમારીને કારણે જે લોકોને સુગર, ડાયાબિટીસ હોય તેમના માટે મુસીબત વધી શકે છે.

સુરતમાં આવા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે સતત વધી રહી છે. જોકે સુરત થી સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધી ફક્ત પાંચ દર્દીઓ જ દાખલ થયા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાગીણી વર્માએ જણાવ્યું છે કે મ્યુકર માઇકોસીસના દર્દીઓને સારવાર આપવા માટે બે દિવસ પહેલા જ ઇએનટી તથા મેડિસિન ડિપાર્ટમેન્ટના ડોક્ટર ની મિટિંગ મળી હતી. જેમાં આ રોગના દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વોર્ડમાં 35 થી 40 બેડની વ્યવસ્થા છે. તેમના માટે અલગથી ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઓક્યુપ્લાસ્ટિક સર્જરીના ડોક્ટરોની પણ નિમણૂક કરવામાં આવી છે. આવા દર્દીઓને સારવાર માટે મેડિકલ એનેસ્થેસિયા, ન્યુરોસર્જન સહિત અન્ય ડોક્ટરની ટીમ તૈયાર કરવામાં આવી છે .

આ પ્રકારના રોગમાં દર્દીનું નાક બંધ થઇ જાય છે. નાક ની આજુબાજુ સોજા આવી જાય છે. ચહેરા પર સોજો આવવો અને ક્યારેય તાવ આવે છે. જે લોકોને પહેલાં પણ આ બીમારી થઇ હોય તેમનામાં આ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ શકે છે. આ રોગથી બચવા માટે સાફ સફાઈ જરૂરી છે.સાથે જ ધૂળ વગેરે વસ્તુ ના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત લોકોએ સમયાંતરે હાથ-પગ ધોતા રહેવું જોઈએ.

Next Article