Surat: ‘આત્મનિર્ભર ભારત, સ્વર્નિભર મહિલા’, દિવાળીનો નાસ્તો ઘરે જ બનાવી કમાણી કરી રહી છે સુરતની મહિલાઓ

|

Oct 20, 2021 | 7:26 PM

આ નાસ્તો એવી મહિલાઓ બનાવે છે કે જે ક્યારેય નોકરી કરવા માટે જતી નથી. પરંતુ ઘરમાં જ રહીને દિવાળી દરમિયાન ફરસાણ અને નાસ્તો બનાવી સારી એવી કમાણી કરી લેતી હોય છે.

Surat: આત્મનિર્ભર ભારત, સ્વર્નિભર મહિલા, દિવાળીનો નાસ્તો ઘરે જ બનાવી કમાણી કરી રહી છે સુરતની મહિલાઓ

Follow us on

આધુનિક યુગમાં યુવા મહિલાઓ (women) દરેક ક્ષેત્રમાં પગ જમાવી રહી છે. ત્યારે કેટલીક મહિલાઓ એવી પણ છે જે કામકાજ અર્થે બહાર જવાને બદલે ઘરે જ રહીને ઘરની દરેક જવાબદારી નિભાવવાની સાથે દિવાળીના(Diwali) વિવિધ નાસ્તા બનાવીને આવક મેળવી રહી છે. ઘણી ગૃહિણીઓ એવી છે જે દિવાળી માત્ર 15 દિવસમાં 25થી 30 હજાર કમાઈ લેતી હોય છે.

 

દિવાળીના તહેવારને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ દરમિયાન ઘણી ગૃહિણીઓ એવી છે જે સુશોભન ની વસ્તુઓ બનાવીને સારી એવી કમાણી કરતી હોય છે. જ્યારે વાત કરવામાં આવે દિવાળીના ફરસાણ અને નાસ્તાની તો હાલ લોકો એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ પહેલાની જેમ ઘરે નાસ્તો બનાવતા નથી. તેઓ બહાર થી તૈયાર નાસ્તો લાવતા હોય છે અને આ નાસ્તો એવી મહિલાઓ બનાવે છે કે જે ક્યારેય નોકરી કરવા માટે જતી નથી. પરંતુ ઘરમાં જ રહીને દિવાળી દરમિયાન ફરસાણ અને નાસ્તો બનાવી સારી એવી કમાણી કરી લેતી હોય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ અંગે અલકાબેન દેસાઈ કે જેઓ દિવાળીના 15 દિવસ આ પ્રકારના નાસ્તા બનાવીને 25થી 30 હજાર કમાઈ લે છે. તેઓ કહે છે કે”દિવાળી દરમિયાન હવે લોકો મોટાભાગે તૈયાર ફરસાણ લેવાનું પસંદ કરતાં હોય છે. કારણકે અત્યારની ઝડપી જિંદગીમાં લોકો પાસે એવો સમય નથી કે તેઓ ઘરે નાસ્તો બનાવી શકે. તેથી બજારમાં જ જે તૈયાર નાસ્તો મળે છે તે લોકો ખરીદતા હોય છે.

 

હું અને મારી દીકરી દિવાળી દરમિયાન અલગ-અલગ પ્રકારના નાસ્તા બનાવીએ છીએ. જેમકે પુરી, ચોળાફળી, અલગ-અલગ પ્રકારના ચવાણા ,ગાંઠિયા વગેરે. આ બધું બનાવીને અમે અલગ અલગ સંસ્થામાં મોકલતા હોઈએ છીએ અને ડાયરેક્ટ પણ લોકો મારી પાસે લેતા હોય છે. દિવાળીના 15 દિવસ અમારા માટે ખૂબ સારા હોય છે અમે 30,000 જેવું કમાઈ લેતા હોઈએ છીએ.

 

અન્ય એક ગૃહિણી હીનાબેન કહે છે કે “અત્યારની મોંઘવારીમાં દરેક વ્યક્તિએ કમાવવું ફરજીયાત થઈ ગયું છે અને અમે ગૃહિણીઓને ઘરમાં ઘણા ખર્ચ રહે છે. જેથી ઘરમાં મદદરૂપ થવા માટે હું દિવાળી દરમિયાન અલગ અલગ નાસ્તા બનાવું છું અને આમાંથી જ અમે ઘરખર્ચ પણ કાઢતા હોઈએ છે.

 

આ પણ વાંચો :Surat: ઉત્તરાખંડમાં સુરતીઓ અટવાયા ન હોવાની જાણથી હાલ રાહત, છતાં કંટ્રોલ રૂમ શરૂ

 

આ પણ વાંચો :Surat: સુરતથી સૌરાષ્ટ્ર માટે બુકિંગના પહેલા જ દિવસે 312 એસ.ટી. બસનું બુકીંગ, તંત્રને પણ 52 લાખની આવક

Next Article