Breaking News : સુરતના સારોલીમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે કર્યો આપઘાત, 4 દિવસ પહેલા જ આવી હતી સુરત

સુરત શહેરના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુખપ્રીત ચારેક દિવસ પહેલાં જ મોડેલિંગના કામ માટે સુરત આવી હતી અને અહીં તેના સંબંધીઓની ત્રણ બહેનપણીઓ સાથે એક ભાડાના રૂમમાં રહેતી હતી.

Breaking News : સુરતના સારોલીમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે કર્યો આપઘાત, 4 દિવસ પહેલા જ આવી હતી સુરત
| Edited By: | Updated on: May 03, 2025 | 12:54 PM

સુરત શહેરના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુખપ્રીત ચારેક દિવસ પહેલાં જ મોડેલિંગના કામ માટે સુરત આવી હતી અને અહીં તેના સંબંધીઓની ત્રણ બહેનપણીઓ સાથે એક ભાડાના રૂમમાં રહેતી હતી.

19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌર મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી

મળતી માહિતી મુજબ 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌર મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી હતી. ઘટના સમયે ઘરમાં કોઈ હાજર ન હતું. મોડી સાંજે તેના રૂમમાં તેનો મૃતદેહ પંખાથી લટકતો મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોચી પોલીસે મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ

સુખપ્રીત કૌર મધ્ય પ્રદેશના એક નાનાં શહેરમાંથી મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માટે સુરત આવી હતી. તેના પરિજનો અને સહેજ પડોશીઓએ જણાવ્યું કે તે હંમેશા હસતી અને મિલનસાર યુવતી હતી. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. પોલીસે સ્યુસાઈડ નોટ મળી આવી છે કે નહીં તે અંગે હજુ કોઈ અધિકૃત માહિતી આપી નથી.

સારથી રેસિડેન્સીમાં રહેતી હતી સુખપ્રીત

સુખપ્રીત સુરતમાં તેની બહેનપણી સાથે સારથી રેસિડેન્સીમાં રહેતી હતી. સુખપ્રીતની ફ્રેન્ડ જ્યારે ઘરે આવે છે ત્યારે સુખપ્રીતના મૃતદેહને પંખા સાથે લટકતો જોઇને ગભરાઇ જાય છે અને તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરે છે.પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

હાલ પોલીસ દ્વારા બહેનપણીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને સુખપ્રીતના પિતા તેમજ પરિવારજનોને જાણ કરાઈ છે. પ્રથમ દૃષ્ટિએ આ કિસ્સો આત્મહત્યાનો જણાઈ રહ્યો છે, પરંતુ પોલીસ તમામ કોણથી તપાસ કરી રહી છે કે કશું અન્ય કારણ તો ન હતું?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:47 am, Sat, 3 May 25