Surat : ટ્રાફિકના નિયમ તોડશો તો હવે આવી બનશે, આરટીઓ દ્વારા 8 મહિનામાં 492 લાયસન્સ સસ્પેન્ડ

|

Sep 09, 2021 | 8:18 AM

રસ્તા પર લાપરવાહીના કારણે વાહન ચાલક પોતાની જાતને  તો નુકસાન પહોંચાડે છે. સાથે જ તેમને પણ નુકસાન કરે છે જે સાવધાનીથી ગાડી ચલાવતા હોય છે. ત્યારે ક્યારેક લાપરવાહીના કારણે વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. તેવા લોકોની આદત સુધારવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કડકાઈ બતાવવામાં આવી રહી  છે.

Surat : ટ્રાફિકના નિયમ તોડશો તો હવે આવી બનશે, આરટીઓ દ્વારા 8 મહિનામાં 492 લાયસન્સ સસ્પેન્ડ
Surat: RTO suspends 492 licenses in 8 months

Follow us on

સુરત આરટીઓ (Surat RTO ) વિભાગ દ્વારા છેલ્લા આઠ મહિનામાં 492 વાહનચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ વાહનચાલકો વિરૂદ્ધ ગાડી ચલાવતી વખતે ડ્રિન્ક કરવા, મોબાઇલ પર વાત કરવા,ઈયરફોન પર ગીતો સાંભળવા તેમજ સોશિયલ મીડિયા પર ચેટ કરવા સહિતના કારણો માટે કાર્યવાહી કરવામાં આવી છે. પાછલા વર્ષે પણ 400થી વધારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving license) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2019 ના નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થવા પછી નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.

જેના લીધે લાઇસન્સ (License) વગર પકડવાથી પંદરસો રૂપિયાનો દંડ ભરવો પડશે. આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કડકાઈ એટલા માટે કરવામાં આવી છે, કારણ કે રસ્તા પર લાપરવાહીના કારણે વાહન ચાલક પોતાની જાતને  તો નુકસાન પહોંચાડે છે. સાથે જ તેમને પણ નુકસાન કરે છે જે સાવધાનીથી ગાડી ચલાવતા હોય છે. ત્યારે ક્યારેક લાપરવાહીના કારણે વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. તેવા લોકોની આદત સુધારવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કડકાઈ બતાવવામાં આવી રહી  છે.

સૌથી વધારે લાયસન્સ જુલાઈ મહિનામાં સસ્પેન્ડ થયા છે . જાન્યુઆરીમાં 72, ફેબ્રુઆરીમાં 82, માર્ચમાં 62, એપ્રિલમાં  37, મે માં  7,  જૂનમાં 45 , જુલાઈમાં  109, ઓગસ્ટમાં  78 મળીને 692 વર્ષ 2020માં કુલ 431 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વર્ષ 2018- 19 માં 1003 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2017-18માં 485 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક ના નવા નિયમો લાગુ કર્યા પછી રોંગ સાઈડ ચલાવવા પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે આ વર્ષમાં લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આંકડો હજી પણ વધારી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ગાડી ચલાવતી વખતે ડ્રિન્ક કરવું, ફાસ્ટ રાઈડ કરવી અથવા તો મોબાઈલ પર વાત કરતી વખતે પહેલીવાર પકડવા પર આરટીઓ દ્વારા ત્રણ મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. તેમને કારણ દર્શક નોટિસ આપવામાં આવે છે. જો વાહન ચાલક આરટીઓને યોગ્ય કારણ જણાવે છે તો લાયસન્સ ફક્ત ત્રણ મહિના માટે જ સસ્પેન્ડ થાય છે. અને જો નોટિસનો યોગ્ય જવાબ નથી આપવામાં આવતો અને બીજીવાર લાપરવાહી કરતા પકડાઈ ગયા તો લાઇસન્સ હંમેશા માટે રદ્દ કરી દેવામાં આવે છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું છે કે લાપરવાહી રાખવાથી લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. જો નોટિસ પછી પણ યોગ્ય જવાબ સાથે લાઇસન્સ આરટીઓમાં જમા કરવામાં આવે છે. તો ફક્ત ત્રણ મહિના માટે જ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Surat : આ પાંચ કારણે સુરત મહાનગરપાલિકા, વેક્સિનેશનની દોડમાં સમગ્ર રાજ્યમાં સૌથી આગળ

આ પણ વાંચો : Surat: ટેકસટાઈલ ક્ષેત્રે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી PLI સ્કીમનો સૌથી વધુ લાભ સુરત તથા દક્ષિણ ગુજરાત લઈ શકશે: ચેમ્બર

Next Article