Surat : ઈ શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશનના ધાંધિયા, કામદારોમાં પણ હજી જાગૃતિનો અભાવ

|

Oct 20, 2021 | 4:22 PM

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે. કારણ કે લોકડાઉન વખતે સુરતથી અસંગઠિત ક્ષેત્રના 10 લાખ કામદારોને તેમના વતન પહોંચાડવાં માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Surat : ઈ શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશનના ધાંધિયા, કામદારોમાં પણ હજી જાગૃતિનો અભાવ
Surat: Registration business on e-labor portal, lack of awareness even among workers

Follow us on

કેન્દ્ર સરકારે (Central Government )અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટા બેઝ બને તો તેમના માટે સરકારી યોજનાઓ સારી રીતે બનાવી શકાય અને તેનો અમલ યોગ્ય રીતે થઇ શકે તે માટે ઈ-શ્રમ પોર્ટલ(E-Shram Portal ) લોન્ચ કરીને તેના પર છેલ્લા ત્રણ મહિનાથી કામદારોનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યારસુધીમાં દેશમાંથી કુલ 4.25 કરોડ, ગુજરાતમાંથી કુલ 2.39 લાખ કામદારો જયારે સૌથી વધુ કામદારો જ્યાં રોજગારી માટે આવ્યા છે, એ સુરત શહેરમાંથી કામદારોનું ઈ શ્રમ પોર્ટલ પર સાવ કંગાળ રજીસ્ટ્રેશન થયું છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે. કારણ કે લોકડાઉન વખતે સુરતથી અસંગઠિત ક્ષેત્રના 10 લાખ કામદારોને તેમના વતન પહોંચાડવાં માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેમાંથી બોધપાઠ લઈને કામદારોના રાષ્ટ્રવ્યાપી ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરત જેવા સૌથી વધારે કામદારો ધરાવતા શહેરમાંથી સાવ નિમ્ન સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે.

કેન્દ્રની ઈ-શ્રમ પોર્ટલ પર છેલ્લા ત્રણ મહિનાથી શરૂ થયેલા અસંગઠિત ક્ષેત્રના કામદારોના રજિસ્ટ્રેશનમાં ગુજરાતમાંથી ફક્ત 2.39 લાખ કામદારોએ જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમદાવાદ અને સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રતીય કામદારો આવીને વસ્યા છે. ખાસ કરીને સુરતમાં તો ટેક્સ્ટાઇલ અને ડાયમંડ ઉધોગ એવા છે જ્યાં બધું મળીને કુલ 25 લાખથી વધુ કામદારો રોજીરોટી મેળવી રહ્યા છે. તેમ છતાં આ બંને સેક્ટરના કામદારોની ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવામાં ભારે ઉદાસીનતા દાખવતા હોવાની પ્રતીતિ આંકડા પરથી થઇ રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટેક્સ્ટાઇલ ઉધોગમાંથી 2779 અને જેમ એન્ડ જવેલરીમાંથી 1059 મળીને કુલ 2900 કામદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી દિવસોમાં સુરત શહેરમાં ટેક્સ્ટાઇલ, હીરા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી રોજી રોટી મેળવી રહેલા અસંગઠિત ક્ષેત્રના ગણાતા કામદારોનું ઈ-શ્રમ પર રજીસ્ટ્રેશન કરાવવા ખાસ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવશે.

ઈ-શરમ પોર્ટલ પર રજૂઇસ્ટ્રેશન કરવા બાબતે સુરતના કામદારોમાં માહિતી પણ નથી અને અવેરનેસ પણ નથી. આજ કારણોસર સુરતના ટેક્સ્ટાઇલ, ડાયમંડ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના કામદારોનું રજીસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ પર સાવ નહિવત જેવું થયું છે. સુરતમાં પરપ્રાંતીય કામદારો લાખોની સંખ્યામાં આવીને વસ્યા છે. તેમને તેમની પ્રાદેશિક ભાષામાં આ બાબતે જાણકારી આપવામાં આવે તો તે પોતાનું રજીસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ પર કરી શકે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Surat : આ ચંદની પડવા પર સુરતીઓ 150 ટન કરતા વધુ ઘારી-ભૂંસુ ઝાપટી જશે

આ પણ વાંચો : સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે ચોર ઝડપાયા

Next Article