Surat : અત્યારસુધી 3056 શૈક્ષણિક સંસ્થાઓમાં 1.40 લાખ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાયા

|

Dec 07, 2021 | 5:23 PM

અત્યાર સુધી કુલ 3056 શૈક્ષણિક સંકુલોમાં 1.40 લાખ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 22 વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં જે તે શાળાઓમાં નિર્ધારિત સમય માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની પણ ફરજ પાડવામાં આવી છે.

Surat : અત્યારસુધી 3056 શૈક્ષણિક સંસ્થાઓમાં 1.40 લાખ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાયા
Corona Testing in school

Follow us on

કોરોના વાયરસના ઓમીક્રોન(Omicron ) વેરિયન્ટને પગલે સુરત સહિત દેશભરમાં ત્રીજી લહેરની (Third Wave )સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ એક સાથે અનેક મોરચે લડત માંડીને બેઠું છે. ઓમીક્રોન વાયરસના સંભવિત ખતરાને ટાળવા માટે તમામ પ્રયાસો વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 1.40 જેટલા રેપિડ ટેસ્ટ ફક્ત શાળાઓમાં અભ્યાસ કરવા માટે પહોંચી રહેલા વિદ્યાર્થીઓના જ કરવામાં આવ્યા છે. જે પૈકી 22 વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.

ત્રણેક મહિના પહેલા સરકાર દ્વારા તબક્કાવાર ઓફલાઈન વર્ગોની શરૂઆત કરવામાં આવતાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ રોજે રોજ અલગ – અલગ શાળાઓમાં ચેકિંગ સાથે ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહી છે. સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન વિસ્તારોમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને મનપા દ્વારા છાશવારે અલગ – અલગ શાળા અને કોલેજોમાં રેન્ડમલી રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

જે પૈકી અત્યાર સુધી કુલ 3056 શૈક્ષણિક સંકુલોમાં 1.40 લાખ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 22 વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં જે તે શાળાઓમાં નિર્ધારિત સમય માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની પણ ફરજ પાડવામાં આવી છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

અત્યાર સુધી સેન્ટ્રલ ઝોનમાં 337, વરાછા એમાં 442, વરાછા બીમાં 251, રાંદેર ઝોનમાં 255, કતારગામ ઝોનમાં 284, ઉધના -એમાં 339, ઉધના બીમાં 113, અઠવામાં 184 અને લિંબાયતમાં 851 શૈક્ષણિક સંસ્થાઓમાં અત્યાર સુધી ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૈકી સૌથી વધુ અઠવા ઝોનમાં 18 વિદ્યાર્થીઓ જ્યારે સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઝોનમાં એક – એક વિદ્યાર્થી અને રાંદેર ઝોનમાં બે વિદ્યાર્થીઓ શાળામાં તપાસ દરમ્યાન કોરોના વાયરસનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળી બાદના સત્રમાં સરકાર દ્વારા ધોરણ -1 થી 5 ના ઓફલાઇન વર્ગોનો પ્રારંભ પણ કરાવી દીધો છે . હાલ લગ્નસરાની સીઝનને કારણે તથા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિકોનના વાયરસની ભીતિ વચ્ચે  બાળકો સંક્રમિત ન થાય તે મનપાનો મુખ્ય હેતુ છે . એટલું જ નહીં , શાળામાં આવતાં બાળકોના માતા – પિતા પણ વેક્સિનેટેડ હોય તે જરૂરી છે .

પરિણામે હવે મનપા દ્વારા તમામ શાળા આચાર્યોને સૂચના આપવામાં આવી છે અને શાળામાં અભ્યાસ કરતાં બાળકો પાસે તેમના માતા – પિતાના વેક્સિનેશન અંગેના સર્ટિફિકેટ મગાવવામાં આવશે . મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું કે , હવે કોઇપણ શાળામાં એક્પણ કેસ પોઝિટિવ આવશે તો 14 દિવસ શાળા સીલ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : ગ્રામ પંચાયત ચુંટણી : જિલ્લાની 492 સરપંચની બેઠકો માટે 1708 ઉમેદવારો મેદાનમાં

આ પણ વાંચો : Surat : વાતવરણમાં આવેલા પલટાને કારણે પોંકનો સ્વાદ પડ્યો ફિક્કો

Next Article