Surat : પીએમ મોદીના હસ્તે સિવિલ હોસ્પિટલમાં એક સાથે ત્રણ ઓક્સિજન પ્લાન્ટનું ઓનલાઇન ઉદ્ઘાટન કરાશે

|

Oct 02, 2021 | 3:43 PM

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15 ઓક્ટોબર ઓક્સિજન પ્લાન્ટનું ઓનલાઇન ઉદ્ઘાટન કરશે. 700 લીટર ઓક્સિજન પ્લાન્ટ 200 દર્દીઓને 24 કલાક સતત ઓક્સિજન આપી શકે છે.

Surat : પીએમ મોદીના હસ્તે સિવિલ હોસ્પિટલમાં એક સાથે ત્રણ ઓક્સિજન પ્લાન્ટનું ઓનલાઇન ઉદ્ઘાટન કરાશે
Surat - Oxygen Plants

Follow us on

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) એલ એન્ડ ટી અને એસ્સાર કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટ (oxygen plant) લગાવવામાં આવ્યા છે. જેનું આગામી 15મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે. આ ઉપરાંત રાજ્યના અમદાવાદ, વડોદરા, નવસારી અને વલસાડની સરકારી હોસ્પિટલમાં પ્લાન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. 

ભવિષ્યમાં રોગચાળામાં દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો સરળ રીતે મળી રહે તે માટે પ્લાન્ટનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ભારત સરકાર દ્વારા 2 હજાર લિટરનો પ્લાન્ટ, એલ એન્ડ ટી કંપની દ્વારા 700 લીટર અને એસ્સાર કંપની દ્વારા 700 લિટરનો પ્લાન્ટ દાન આપવામાં આવ્યો છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. આ ત્રણેય પ્લાન્ટ હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન આપે છે. એટલે કે ત્રણેય પ્લાન્ટને જોડીને દર્દીઓ માટે પ્રતિ મિનિટ 3400 લીટર ઓક્સિજન ઉપલબ્ધ બનશે. એ જ રીતે નવસારી, વલસાડ, અમદાવાદ, વડોદરા જેવા શહેરોની સરકારી હોસ્પિટલોમાં પણ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15 ઓક્ટોબર ઓક્સિજન પ્લાન્ટનું ઓનલાઇન ઉદ્ઘાટન કરશે. 700 લીટર ઓક્સિજન પ્લાન્ટ 200 દર્દીઓને 24 કલાક સતત ઓક્સિજન આપી શકે છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન સુરત સહીત સમગ્ર દેશમાં ઓક્સિજનની તીવ્ર અછત વર્તાઈ હતી. ઔધોગિક એકમોને ઓક્સિજન હોસ્પિટલમાં મોકલવો પડ્યો હતો.

લોકોએ પણ ઓક્સિજન માટે ઊંચી રકમ ચૂકવવી પડી હતી. ઓક્સિજનના અભાવે સર્વત્ર હોબાળો મચી ગયો હતો. હવે સરકારે ઓક્સિજન સંબંધિત સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. જોકે કોરોનાની ત્રીજી લહેર વિષે કશું કહી શકાય નહિ, પણ આ વખતે ઓક્સિજન અંગે કોઈ કસર બાકી રાખવા નથી માંગતા. તેથી વડાપ્રધાનની સૂચના મુજબ સરકારે ઓક્સિજન સંબંધિત તમામ તૈયારીઓ કરી લીધી છે.

સિવિલ હોસ્પિટલમાં 50 હજાર લીટર લીકવીડ ઓક્સિજનનો સંગ્રહ પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલના વહીવટી વિભાગે જણાવ્યું છે કે 13 હજાર લીટર લીકવીડ ઓક્સિજનની ટાંકી જૂની બિલ્ડીંગ એટલે કે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની બાજુમાં છે. આ 17 હજાર લીટર લીકવીડ ઓક્સિજનની ટાંકી સિવાય સ્ટેમ સેલ બિલ્ડીંગ અને 13 હજાર કિડની હોસ્પિટલ પાસે પણ ટાંકી મુકવામાં આવી છે. સિવિલ હોસ્પ્ટિલમાં 50 હજાર લીટર પ્રવાહી ઓક્સિજન સંગ્રહ કરવાની ક્ષમતા છે.

 

આ પણ વાંચો : Surat : સુરતીઓ નવું લાવ્યા !! નવરાત્રી માટે તૈયાર કર્યા કોરોના જાગૃતિ માટેના ચણિયાચોળી

આ પણ વાંચો :Surat : સુરત શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ, દુબઈની ફ્લાઇટ મળે તેવી પણ સંભાવના

Next Article