Surat: વેકેશનમાં વતન જવા રેલવે સ્ટેશન પર ધસારો, મુસાફરો સેલ્ફી પોઇન્ટ અને બસ સ્ટેન્ડ પર રાત વિતાવવા મજબુર

|

May 08, 2022 | 7:02 PM

ભારતીય રેલ્વે દેશના દરેક ખૂણેથી લોકોને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ટ્રેનમાં સુરત રેલ્વે સ્ટેશન પહોંચી રહ્યા છે.

Surat: વેકેશનમાં વતન જવા રેલવે સ્ટેશન પર ધસારો, મુસાફરો સેલ્ફી પોઇન્ટ અને બસ સ્ટેન્ડ પર રાત વિતાવવા મજબુર
Surat Passengers rush to railway station

Follow us on

Surat: ભારતીય રેલ્વે (Indian Railways) દેશના દરેક ખૂણેથી લોકોને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળુ વેકેશનને (Summer vacation) કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ટ્રેનમાં સુરત રેલ્વે સ્ટેશન પહોંચી રહ્યા છે. રેલવે સ્ટેશન પરિસરમાં (Railway station premises) વેઇટિંગ રૂમ અને પ્લેટફોર્મ મુસાફરોથી ભરેલા રહે છે. સવારની ટ્રેનમાં જવા માંગતા મુસાફરો રાત્રે સૂવા કે રાત વિતાવવા માટે સેલ્ફી પોઈન્ટ પર રાત વિતાવતા જોવા મળે છે.

હાલ વેકેશનમાં સુરત અને ઉધના સ્ટેશનેથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો આવી અને જઈ રહ્યા છે. ટ્રેનોમાં મુસાફરોની ભીડને કારણે કન્ફર્મ ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. પરંતુ સેંકડો મુસાફરો એવા છે કે, જેઓ દંડ ભરીને ટ્રેનમાં મુસાફરી કરવા મજબૂર છે. દક્ષિણ ગુજરાતના નાના-મોટા શહેરો અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતિય કામદારો ગામડે જવા માટે સુરત સ્ટેશને આવે છે. આ દિવસોમાં સુરત સ્ટેશન પરિસર હંમેશા મુસાફરોથી ભરેલું દેખાય છે. પરપ્રાંતિય કામદારો ટ્રેનના સમય પહેલા સ્ટેશન પર પહોંચી જતા પ્લેટફોર્મ પણ હંમેશા ભરેલું લાગે છે.

વેઇટિંગ રૂમ સિવાય રેલવે પરિસરમાં મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનની રાહ જોતા જોઇ શકાય છે. સુરત સ્ટેશનના સેલ્ફી પોઈન્ટ પર લોકો રાત્રે આરામ પણ કરે છે. સ્ટેશનની બહાર બસ સ્ટેન્ડ પાસે પણ મુસાફરોની ભીડ જોવા મળે છે. બસ સ્ટેન્ડમાં કે, સેલ્ફી પોઇન્ટ પર રહેતા મુસાફરોનું કહેવું છે કે ટ્રેન સવારની હોય છે તેથી તેમને રેલવે પરિસરમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. આવી પરિસ્થિતિમાં મુસાફરો માટે વેઇટિંગ રૂમની સુવિધા ઉભી કરવાની માંગ પણ સમયાંતરે થયા કરે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

10 વર્ષીય તત્વમ ગાંધીએ કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળ ડોનેટ કર્યા

10 વર્ષીય તત્વમ ગાંધી તારીખ 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળ ડોનેટ કર્યા છે. કેન્સરપીડિતોને માનસિક રીતે હિંમત આપવા માટે તત્વમે નાની ઉંમરમાં અન્યોને માટે પ્રેરણાદાયી કામ કર્યું છે. તત્વમ કેન્દ્રીય વિદ્યાલય કૃભકોમાં ધોરણ 5માં અભ્યાસ કરે છે. તે સુરતનો અંડર 10નો બેસ્ટ ફૂટબોલ ગોલ-કીપર પણ છે. ફૂટબૉલ પ્લેયર હોવાથી સ્ટાઇલ માટે તે છેલ્લા 6 મહિનાથી વાળ વધારતો હતો. જયારે તેના પિતાએ તેને કેન્સરના દર્દીઓની તકલીફો વિષે વાત કરીતો તો તત્વમ તરત જ પોતાના ફેવરિટ વાળ ડોનેટ કરવા તૈયાર થઇ ગયો.

Published On - 7:02 pm, Sun, 8 May 22

Next Article